ફાયરિંગ કેસમાં વકીલનું હથિયાર લાયસન્સ રદ કરવા રિપોર્ટ

October 12, 2017 at 3:22 pm


શાસ્ત્રી મેદાન સામે આવેલ એવરેસ્ટ બિલ્ડીંગના ચોથા માળે મંગળવારે મોડીરાત્રે બનેલી ફાયરીંગની ચકચારી ઘટનામાં પોલીસે વકીલનું હથીયાર લાયસન્સ રદ કરવા માટે પોલીસ કમિશનરને રીપોર્ટ કર્યો છે. બનાવમાં ઈજા પામેલા વેપારીએ પોતાના મિત્ર આરોપી વકીલને બચાવવા માટે સમગ્ર ગોળીબારના બનાવને આકસ્મીક ઘટના તરીકે ખપાવી દેતાં પોલીસ પણ આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગઈ છે.
મનહરપ્લોટમાં રહેતા અને પંચનાથ પ્લોટમાં ઓફિસ ધરાવતા પંકજ હસમુખ શેઠ ઉ.વ.46 ઉપર મંગળવારે મોડીરાત્રે બે રાઉન્ડ ગોળીબાર થતાં તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. શઆતમાં તેણે નાણાકીય લેતીદેતી બાબતે તેના વકીલ મિત્ર પ્રદીપ હસમુખ રેણુકા ઉ.વ.36એ ફાયરીંગ કયર્નિું રટણ કર્યું હતું. એ બાબતની સિવિલ હોસ્પિટલમાં નોંધ પણ થતાં પોલીસ પણ મોડીરાતથી ગઈકાલ સાંજ સુધી દોડધામમાં રહી હતી. પંકજ શેઠ ટુંકી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા લીધા વિના ચાલ્યો ગયો હતો. છેક ગઈકાલે સાંજે પોલીસે યુકિતપુર્વક તેને હાજર કરાવ્યો હતો. વેપારી અને વકીલ બન્ને મિત્ર થતા હોય આ બનાવ અંગે કોઈ પ્રકારનો ગુનો ન નોંધાય તે માટે પણ પોલીસ મથકે ભલામણો માટે અને સમાધાન કરાવવા માટે બન્ને પક્ષના મિત્રો અને આગેવાનો દોડતા રહ્યા હતા. છેવટે પોલીસે પંકજ શેઠની ફરિયાદ આધારે પ્રદીપ રેણુકાથી આકસ્મીક રીતે બે રાઉન્ડ ગોળીબાર થયાનો ગુનો દાખલ થયો હતો.
એ-ડીવીઝનના પીઆઈ વી.એન.યાદવે જણાવ્યું કે, આરોપી વકીલ પ્રદીપ રેણુકા સામે કડક કાર્યવાહીના ભાગપે તેનું હથીયારનું લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આકસ્મીક રીતે બેદરકારીના કારણે ગોળીબાર થયો હોવાની ફરિયાદના કારણે વકીલને આજે જામીન મળી જાય તેવી પણ શકયતા છે.

print

Comments

comments

VOTING POLL