ફાસ્ટફુડ, જીવનશૈલી-બેઠાડુ જીવનથી દુઃખાવામાં વધારો

February 28, 2018 at 8:27 pm


ત્રણ હજાર વર્ષ જૂની પ્રાચીન આયુવેૅદ પધ્ધતિ અÂગ્નકર્મ(આયુવેૅદ પેઇન મેનેજમેન્ટ) વિષય પર આજે શહેરના ગ્લોબલ અÂગ્નકર્મ સેન્ટર દ્વારા 4થા રાષ્ટ્રીય સેમીનાર અને વર્કશોપનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના આયુવેૅદ નિ»ણાતાે હાજર રહ્યાા હતા, તાે, 500થી વધુ વૈદ્યાે, વિદ્યાથીૅઆે અને તબીબાેએ પણ ભાગ લીધો હતાે. આ પ્રસંગે મૂળ ભારતીય પરંતુ હાલ લંડન સ્થિત વિશ્વના જાણીતા આયુવેૅદ કન્સલ્ટન્ટ અને રિસર્ચર વૈã અશ્વિન બારોટે જણાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલી, ફાસ્ટફુડ અને અનિયમિત ખાન-પાન અને બેઠાડુ જીવનથી લોકોના શરીરમાં એક યા બીજા પ્રકારના દુઃખાવામાં 50 ટકાનાે વધારો થયો છે. શરીરના સાંધાના દુઃખાવાઆેમાં અÂગ્નકર્મ રામબાણ ઇલાજ છે અને તે દદીૅને કાયમી નિરાકરણમાં કારગત નીવડે છે. અÂગ્નકર્મ સરળ, સસ્તી અને અસરકારક ઇલાજ છે. મોર્ડન દવાઆે તમને દુઃખાવામાં રાહત આપે છે પરંતુ તેની આડઅસરો બહુ મોટી અને ખતરનાક હોય છે. ત્રણ હજાર વર્ષ જૂની પ્રાચીન એવી આપણી ભારતીય આયુવેૅદ પધ્ધતિ અÂગ્નકર્મ લુપ્ત થઇ રહી છે અને તેથી તેને બચાવવાના ઉમદા આશય સાથે આ રા»ટ્રીય સેમીનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે એમ કહેતાં વૈã અશ્વિન બારોટે વધુમાં જણાવ્યું કે, અÂગ્નકર્મ પધ્ધતિમાં એક સલાકા હોય છે, જે અમુક ચોકક્સ તાપમાન પર ગરમ કરીને દદીૅના શરીરમાં જયાં દુઃખાવો હોય તેના નિયત ચોક્કસ પાેઇન્ટ પર તેને બાળવામાં આવે છે, જો કે, તે પછી તરત જ એક આયુવેૅદ ક્રિમ-લેપ તેની પર લગાવી દેવાનાે હોય છે, તેના કારણે દદીૅને તરત જ ઠંડક અને રાહત થઇ જાય છે. જો કે, આ અÂગ્નકર્મ આપવા માટે ખાસ પ્રકારની ટેકનીકલ સ્કીલ જોઇએ. પરંતુ આપણી આ પ્રાચીન આયુવેૅદ પધ્ધતિ ઘૂંટણના, સ્પાઇન, સવાૅઇકલ, નસ, ગાદીની તકલીફ, સાંધાનાે વા, સાયટીકા, રાંઝણ, ફ્રાેઝન શોલ્ડર, ટેનીસ એલ્બાે, એડીનાે દુઃખાવો, માઇગ્રેન(આધાશીશી) સહિતના મોટાભાગના તમામ દુઃખાવા અને દર્દમાં રામબાણ ઇલાજ છે. અÂગ્નકર્મ જેવી અનેક આયુવેૅદ પધ્ધતિઆે આપણા પ્રાચીન આયુવેૅદ શા?માં ઉપલબ્ધ છે. એટલે સુધી કે, ઢીંચણ, કમરના આેપરેશનાે કરાવવાનું નક્કી કરી ચૂકેલા દદીૅઆે અÂગ્નકર્મના રામબાણ ઇલાજથી સાજા થઇ આેપરેશનના ખર્ચાળ અને માનસિક યાતનાના દર્દમાંથી મુકિત પામ્યા છે. ગ્લોબલ અિગ્નકર્મ સેન્ટર આયુર્વેદની ત્રણ હજાર વર્ષ જૂની પ્રાચીન પધ્ધતિને સમાજમાં પુનઃસ્થાપિત થાય, તેનાે પ્રચાર પ્રસાર થાય, આ પધ્ધતિ પુનૅજીવિત થઇ જળવાઇ રહે અને સમાજમાં મહત્તમ લોકો તેનાે લાભ મેળવે તે માટે સતત પ્રયત્નશીલ છે. લોકોએ આપણી સાંસ્કૃતિક પધ્ધતિનાે વધુને વધુ લાભ લેવો જોઇએ.

આ પ્રસંગે ખાસ હાજર રહેલા ગ્રીસના ડો.નીકોલસ કોસ્ટોપાેલસ, ડો.એલેના પાજયોજીૅયુ અને આર્યલેન્ડના ડો.કેમીલસ પાવરે જણાવ્યું હતું કે, વિદેશમાં પણ ભારતીય પ્રાચીન આયુવેૅદ પધ્ધતિ લોકપ્રિય બની રહી છે અને તેનાે ઝડપી, અસરકારક અને કોઇપણ આડઅસરવિનાનાે ઇલાજ જોઇ લોકોનાે સારો પ્રતિસાદ તેને સાંપડી રહ્યાાે છે. અÂગ્નકર્મ એક અસાધારણ પધ્ધતિ છે, જે કોઇપણ પ્રકારના દુઃખાવાને જડમૂળથી નાબૂદ કરવા સક્ષમ છે. આ પ્રસંગે રાજયના આયુવેૅદ ડાયરેકટર વૈã દિનેશચંદ્ર પંડયાએ પણ આયુવેૅદના લાભ અને અસરો સમજાવ્યા હતા. ગ્લોબલ અÂગ્નકર્મ સેન્ટર, નરોડા દ્વારા છેલ્લા ચાર વર્ષમાં અત્યારસુધીમાં 28 હજારથી વધુ દદીૅઆેના દુઃખાવા અને સાંધાના દદોૅ મટાડવામાં આવ્યા છે અને 80હજારથી વધુ લોકોને સારવાર અપાઇ છે.

print

Comments

comments

VOTING POLL