ફિફા વર્લ્ડકપ 2018 ની ફાઇનલમાં ફ્રાન્સનો પ્રવેશ: બેલ્જિયમને 1-0થી આપી હાર

July 11, 2018 at 10:57 am


સૈમુઅલ ઉમટીટીના 51મી મિનીટના એકમાત્ર ગોલના કારણે ફ્રાન્સે 12 વર્ષ બાદ ફીફા વર્લ્ડકપ્ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફ્રાન્સે સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમ પર મંગળવારે ફીફા વર્લ્ડકપ 2018ની પહેલી સેમિફાઇનલમાં બેલ્જિયમને 1-0થી પરાજ્ય આપ્યો છે.
આ સાથે ફ્રાન્સનો વિશ્વકપ્ના ઇતિહાસમાં બેલ્જિયમ વિરુધ્ધ રેકોર્ડ સારો થયો છે. ફ્રાન્સે બેલ્જિયમને વિશ્વકપમાં સતત ત્રીજી વખત પરાજય આપ્યો છે. ફ્રાન્સનો ફાઇનલમાં મુકાબલો ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે રમાનારી આજની બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે થશે. એટલું જ નહીં ફ્રાન્સની ટીમ ફીફા વર્લ્ડકપ્ના છ એડીશનમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે.
ફ્રાન્સ પાસે બીજી વખત ચેમ્પિયન બનવાની તક છે. આ અગાઉ તે પોતાની જ જમીન પર 1998માં વિશ્વકપ જીત્યું હતું. ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે શરૂઆતથી જ રોમાંચક મેચ રહી હતી. પહેલા હાફમાં બંને ટીમોએ ગોલ કરવાની ઘણી તક બનાવી પરંતુ કોઇને સફળતા મળી નહોતી.
હાફ ટાઇમ પહેલા ફ્રાન્સની ટીમે 11 વખત ગોલપોસ્ટ પર નિશાન તાક્યું હતું. જો કે તેને સફળતા મળી નહોતી. બીજા ફાફમાં 51મી મિનિટે સેમુઅલ ઉમટીટીએ હેડર દ્વારા ગોલ કરી ફ્રાન્સને મેચમાં 1-0ની સરસાઇ અપાવી હતી. મેચના અંતમાં ફ્રાન્સે બીજો ગોલ કરવાની તક બનાવી હતી પરંતુ સફળ રહ્યું નહોતું.

print

Comments

comments

VOTING POLL