ફિફા વર્લ્ડ કપઃ ઈગ્લેન્ડને 2-1થી કચડીને પહેલીવાર ફાઈનલમાં પહાેંચ્યું ક્રાેએશિયા

July 12, 2018 at 10:49 am


એક ગોલથી પાછળ રહ્યાં બાદ વધારાના સમયમાં 109મી મિનિટમાં મારિયા માંડ્ઝુકિકના ગોલની મદદથી ક્રાેએશિયાએ બુધવારે મોડી રાતે રમાયેલી બીજી સેમીફાઈનલમાં Iગ્લેન્ડને 2-1થી હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્રાેએશિયા પહેલીવાર વિશ્વકપની ફાઈનલમાં પહાેંચ્યું છે. રવિવારે ફાઈનલમાં તેનો સામનો 1998ની વિજેતા ફ્રાન્સની ટીમ સાથે થશે. જ્યારે ત્રીજા સ્થાન માટે Iગ્લેન્ડનો સામનો શનિવારે બેિલ્જયમ સાથે થશે. ક્રાેએશિયા પહેલા હાફમાં એક ગોલથી પાછળ હતું પરંતુ બીજા હાફમાં તેણે પાસું પલટી નાખ્યું અને બરાબરીનો ગોલ કર્યો. નિર્ધારિત સમયમાં મેચ 11-ની બરાબરી પર પૂરી થઈ અને વધારાના સમયમાં ગઈ જ્યાં માંડ્ઝૂકિકે ગોલ કરીને ટીમ માટે ઈતિહાસ રચી નાખ્યો.
માંડ્ઝુકિકે આ ગોલ ઈવાન પેરીસિકે પાસ કરતા માર્યો હતો. પેરીસિકે બોક્સની અંદર માંડ્ઝૂકિકને ગોલ કરવા માટે બોલ આપ્યો અને તેણે ખુબ સરળતાથી ગોલને નીચેના ખૂણામાં નાખીને ટીમ માટે નિણાર્યક ગોલ કરી નાખ્યો. Iગ્લેન્ડને આ મેચમાં પોતાની ભૂલો માટે ખુબ પસ્તાવો થશે. પાંચમી મિનિટમાં જ 1-0થી આગળ થયા બાદ તેની પાસે ગોલ કરવા માટે 3 થી 4 ખુબ સરળ તકો આવી પરંતુ Iગ્લેન્ડના કેપ્ટન અને આ વર્લ્ડકપમાં અત્યાર સુધી સૌથી વધુ 6 ગોલ કરનારા હેરી કેન, જેસે લિંગાર્ડ અને રહીમ સ્ટર્લિંગ આટલી મહત્વની મેચમાં પણ આ તકોને ગોલમાં ફેરવી શક્યા નહી. જો આ ખેલાડીઆે મળેલી તકોનો ઉપયોગ કરત તો Iગ્લેન્ડ નિર્ધારીત સમયમાં જ ક્રાેએશિયાને માત આપી દેત.
ક્રાેએશિયા પણ શરુઆતમાં ગોલ થઈ ગયા બાદ જરાય ડગ્યુ નહી અને શાનદાર વાપસી કરીને ઐતિહાસિક જીત મેળવી. Iગ્લેન્ડને શરુઆત એકદમ ભવ્ય મળી હતી પરંતુ ત્યારબાદ ગોલ કરવા માટે મળેલી તકોને તે ગોલમાં ફેરવી શક્યું નહી. એકમાત્ર ગોલ કીરાન ટિ²પરે ફ્રી કિકમાં કર્યો.

print

Comments

comments

VOTING POLL