ફિલ્મ ‘લૈલા-મજનૂ’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

August 7, 2018 at 8:41 pm


‘લૈલા મજનૂ’નું ટ્રેલર રિલીઝ

પ્રેમની સૌથી સુંદર વાર્તાઓમાંથી એક લૈલા-મજનૂની વાર્તાને એકવાર ફરી મોટા પડદા પર ઇમ્તિયાઝ અલી લઇને આવી રહ્યા છે. મંગળવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મમાં ‘લૈલા-મજનૂ’ને અલગ રીતે પ્રેઝેન્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મથી તૃપ્તી ડિમરી, મીર સરવાર અને અવિનાશ તિવારી ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સાજિદ અલીએ કર્યું છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મને એકતા કપૂરે પ્રોડ્યૂસ કરી છે.

જુઓ ફિલ્મનું ટ્રેલર

ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં કાશ્મીરની સુંદરતા જોવા મળી રહી છે . ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘લૈલા-મજનૂ’નો ફર્સ્ટ લૂક વેલેન્ટાઇન ડેનાં દિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. રિલીઝ થયેલા ટીઝરમાં ઇમ્તિયાઝ અલીનો જાદુ જોવા મળી રહ્યો છે.

લવ સ્ટોરી આધારિત ફિલ્મોમાં ઈમ્તિયાઝ માસ્ટર

ઇમ્તિયાઝ અલી ‘જબ વી મેટ’, ‘તમાશા’ અને ‘રૉકસ્ટાર’ જેવી સુંદર લવ સ્ટોરી આધારિત ફિલ્મ્સ બનાવી ચુક્યા છે. જોવાનું રહેશે કે બૉક્સ ઑફિસ પર આ પ્રેમ કહાનીનો જાદૂ ચાલે છે કે નહી. કેમ કે ઈમ્તિયાઝની છેલ્લી ફિલ્મ ‘હેરી મીટ સેજલ’ ફ્લોપ રહી હતી.

print

Comments

comments

VOTING POLL