ફીના નામે લૂંટ ચલાવનાર 8 એન્જિનિયરિગ કોલેજોએ રૂપિયા એકાદ કરોડનું રિફંડ આપવું પડયું

May 16, 2018 at 4:16 pm


ટેકનીકલ એજ્યુકેશનમાં એન્જિનિયરિ»ગ કોલેજોની ફી નકકી કરવા અને નકકી થયા બાદ જે તે કોલેજોના સંચાલકો નિર્ધારિત રકમથી વધુ નાણાં ન પડાવે તે માટે રચાયેલી ગુજરાત રાજ્ય ફી નિયમન સમિતિએ લાલ આંખ કરતાં આઠ એન્જિનિયરિ»ગ કોલેજના સંચાલકોએ વિદ્યાર્થી પાસેથી ઉઘરાવેલી વધારાની રૂપિયા એકાદ કરોડની ફી પરત આપવી પડી છે.

જસ્ટીશ અક્ષય મહેતાના વડપણ હેઠળની ગુજરાત રાજ્ય ફી નિયમન સમિતિના સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાના જણાવ્યા મુજબ અમદાવાદ ખાતે આવેલ અદાણી ઈિન્સ્ટટયુટ આેફ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્જિનિયરિ»ગના સંચાલકોએ રૂા.39.80 લાખ, કલોલ સ્થિત ઈિન્સ્ટટયુટ આેફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ નામની કોલેજે રૂા.3.04 લાખ, વડોદરાની નવરચના યુનિવસિર્ટીએ રૂા.33 લાખ, સુરતની પી.પી. સવાણી યુનિવસિર્ટીએ રૂા.12.66 લાખ, વડોદરાની આઈટીએમ યુનિવસિર્ટીએ રૂા.24,500, અમદાવાદની એશિયા પેસિફિક ઈિન્સ્ટટયુટ આેફ હોટલ મેનેજમેન્ટે રૂા.3.54 લાખ, વંભ વિદ્યાનગરની એ.ડી. પટેલ ઈિન્સ્ટટયુટ આેફ ટેકનોલોજીએ રૂા.3.30 લાખ અને વંભ વિદ્યાનગરની જી.એચ. પટેલ કોલેજ આેફ એન્જિનિયરિ»ગ એન્ડ ટેકનોલોજીએ રૂા.65,450ની રકમ વિદ્યાર્થીઆેને પરત કરી છે.

કમિટીના સભ્ય ડો.કમલેશ જોશીનુરાના જણાવ્યા મુજબ અલગ-અલગ 8 એન્જિનિયરિ»ગ કોલેજના કુલ 1074 વિદ્યાર્થીઆેને કુલ રૂા.96,39,277ની રકમ પરત અપાવવામાં સમિતિ નિમિત્ત બની છે. અમુક કોલેજના સંચાલકો વધારાની ફી કે ડિપોઝીટ લઈ રહ્યા છે તેવી ફરિયાદ સમિતિને મળતા આધાર-પુરાવાઆેની ચકાસણી કરવામાં આવી હતી અને કોલેજના સંચાલકોને ખુલાસાની પણ તક આપવામાં આવી હતી.

ડિકલેરેશન કમ અન્ડરટેકિંગ ન આપનાર અથવા તો સમિતિએ નકકી કરેલ ફી કરતાં વધારાની ફી કે ડિપોઝીટ લેનાર અન્ય કોલેજોને પણ ટૂંક સમયમાં શો-કોઝ નોટિસ ફટકારવામાં આવશે અને કાયદાની જોગવાઈ મુજબ આનુષાંગિક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કમિટીના સભ્ય કમલેશ જોશીપુરાએ જણાવ્યું છે.જસ્ટીસ અક્ષય મહેતાના વડપણ હેઠળની કમિટીમાં ડો.કમલેશ જોશીપુરા ઉપરાંત જૈનિક વકીલ, સભ્ય સચિવ તરીકે ટેકનીકલ એજ્યુકેશનના ડાયરેકટર નિરાલા તથા આેએસડી તરીકે એમ.એચ. લોહીયા જવાબદારી સંભાળી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL