ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે આવી ગુલાબી નોટોવાળી સાડી: તમે જોઈ?

January 16, 2017 at 5:39 pm


નોટબંદી બાદ નવી નોટો અંગે જાત-જાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યાંક કોલેજ સ્ટુડન્ટ નોટબંદીના સમર્થનમાં ફેશન શો કર્યાના સમાચાર છે તો ક્યાંક કેશલેસ ગામના સમાચાર ટોક ઑફ ધ ટાઉન બન્યા છે. આ વખતે જે સમાચાર આવી રહ્યા છે તે છે સુરતના. હાલમાં જ બજારમાં આવેલી ગુલાબી-ગુલાબી નોટોની પ્રિન્ટવાળી સાડી બજારમાં આવી છે. સુરતના સાડીના વેપારીએ આ નોટની પ્રિન્ટિંગ વાળી સાડી લાવ્યા છે.

6 મીટર લાંબી આ સાડીમાં 2000 ની નોટ વાળી 504 નોટ પ્રિન્ટ કરવામાં આવી છે અને એક સાડીની કિંમત રૂ.160 છે. નવી કરન્સીને લઈને સાડી ડિઝાઈનર જાત-જાતના પ્રયોગો અજમાવી રહ્યા છે. જે રીતે ચપોચપ આ સાડીઓ બજારમાંથી ઉપડી રહી છે, તે જોતા લાગે કે જલ્દી જ મહિલાઓ આ બે હજારની નોટવાળી સાડી પેહરીને નજરે પડશે.

print

Comments

comments

VOTING POLL