ફેકટરી દ્વારા દુષિત પાણી છોડવાના કેસમાં ઉદ્યોગપતિ સહિત ત્રણને દોઢ-દોઢ વર્ષની સજા

February 1, 2018 at 4:49 pm


રાજકોટ નજીક ગોંડલ હાઈ-વે ઉપર ઈકોનોમિક પોલીટેકસ પ્રા.લિ. ફેકટરીના પાણી પ્રદૂષણના કેસમાં એડિશનલ સિનિયર જજે ઉદ્યોગપતિ ઈંદુભાઈ વોરા સહિત ત્રણ ડાયરેકયરોને દોઢ-દોઢ વર્ષની સજાનો હકમ કર્યો હતો. જો કે, ત્રણેય ડાયરેકટરો સજાના હકમ સામે અપીલમાં જવા કરેલી જામીન અરજી મંજૂર થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ હાઈ-વે ઉપર આવેલા કાંગશિયાળી નજીક આવેલી પોલીટેકસ પ્રા.લિ. નામની ફેકટરી દ્વારા 1991ની સાલમાં આસપાસ કેમિકલયુકત પાણી છોડવામાં આવ્યા બાદ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા પાણી પ્રદૂષણ ફેલાવવા મુદે ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં ડાયરેકટરો ઈન્દુભાઈ વોરા, મહેન્દ્રભાઈ અને નિપાબેન વોરા સામેના આ કેસમાં એડિશનલ સિનિયર જજે દોઢ-દોઢ વર્ષની જેલ સજા અને ા.ત્રણ-ત્રણ હજારનો દંડનો હકમ કર્યો હતો. દરમિયાન નીચલી અદાલતના આ હકમ સામે અપીલમાં જવા જામીન અરજી કરતા મંજૂર થઈ હતી.આ કામમાં સરકાર પક્ષે એપીપી જે.જે. ત્રિવેદીએ રજૂઆત કરી હતી.

print

Comments

comments

VOTING POLL