ફેરવેલ સ્પીચમાં ભાવુક થયા ઓબામા: આઠ વર્ષમાં એકપણ આતંકવાદી હુમલો નથી થયો

January 11, 2017 at 10:40 am


અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આજે શિકાગોમાં ફેરવેલ સ્પીચ આપતા એકદમ ભાવુક થઈ ગયા હતાં. તેમણે કહ્યું કે ઘરે આવીને સારૂ લાગે છે. ફેરફાર ત્યારે જ થઈ શકે જ્યારે સામાન્ય માણસ તેની સાથે સંકળાય. સામાન્ય માણસ જ ફેરફાર લાવી શકે છે. દરરોજ મેં લોકો પાસેથી કઈંક નવું શીખ્યું છે. આપણા દેશના નિમર્તિાઓએ આપણને આપણા સપ્ના પૂરા કરવાની આઝાદી આપી. અમારી સરકારે હંમેશા એ પ્રયત્ન કર્યો કે બધા પાસે આર્થિક તક હોય. અમે એ પણ પ્રયત્ન કર્યો કે અમેરિકા દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહે.
છેલ્લા આઠ વર્ષ દરમિયાન કોઈ વિદેશી આતંકવાદી સંગઠન દેશમાં આતંકવાદી હુમલો નથી કરી શક્યું.
બોસ્ટન અને ઓલર્ન્ડિોના હુમલાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ધાર્મિક કટ્ટરતા કેટલી જોખમી પુરવાર થઈ શકે છે. આમ છતાંય આપણી સુરક્ષા એજન્સીઓ અગાઉ ક્યારેય ન હોય તેટલી સબળ વર્તમાન સ્થિતિમાં છે. આઇએસઆઇએલનો નાશ થશે જ. અમેરિકાને ધમકી આપ્નાર કોઈ બચી ન શકે. ઓસામા સહિત હજારો આતંકવાદીઓનો અમેરિકાએ નાશ કર્યો છે. હું મુસ્લિમ અમેરિકનો પ્રત્યે થઈ રહેલા ભેદભાવને નકારું છું. આઠ વર્ષ અગાઉ જે તમારી પાસેથી માંગ્યું હતું, તે આજે ફરીથી માંગું છું. પરિવર્તન લાવવા માટે મારામાં નહીં, તમારામાં વિશ્વાસ રાખો.
ઓબામાએ સ્વીકાર્યું હતું કે, દેશમાં રંગભેદ પ્રવર્તમાન છે. પરંતુ 10,20 કે 30 વર્ષ અગાઉની સ્થિતિ કરતાં હાલમાં સ્થિતિ સારી હોવાનો પણ દાવો કર્યો હતો. ઓબામાએ કહ્યું હતું કે, ઈમિગ્રન્ટ્સના બાળકોનો વિકાસ થાય તે જોવું રહ્યું. તેઓ દેશમાં વધી રહેલા કામદાર વર્ગનો મોટો ભાગ છે. ’સાથે ચાલીએ અને સાથે પડીએ,’ એ લોકશાહીની મૂળભૂત વિભાવના છે.
આગામી દસ દિવસ દરમિયાન આપણો દેશ લોકશાહીની આ વિભાવનાનો નમૂનો જોશે. જ્યારે મારી સરકાર ટ્રમ્પ્ની સરકારને શાસનની ધૂરા સોંપશે. મેં સત્તાના સુવ્યવસ્થિત હસ્તાંતરણ અંગે ટ્રમ્પ્ને ખાતરી આપી છે. ઓબામાએ દાવો કર્યો હતો કે, આઠ વર્ષ પહેલા મને જે અવસ્થામાં દેશ મળ્યો, તેના કરતા આજે વધુ મજબૂત અને સારો છે.
ઓબામાના ભાષણ દરમિયાન ફોર મોર યર્સના નારા લાગ્યા હતા. પરંતુ ઓબામાએ કહ્યું હતું, ’શક્ય નથી.’ હું શીખ્યો છું કે જ્યારે સામાન્ય માણસ સંઠિત થાય અને પરિવર્તનની માંગ કરે છે ત્યારે જ પરિવર્તન આવે છે. હું દરરોજ તમારા પાસેથી કશું શીખ્યો છું. તમે મને સારો રાષ્ટ્રપતિ અને સારો માણસ બનાવ્યો છે. છેલ્લા અમૂક અઠવાડિયા દરમિયાન મને અને મિશેલને શુભકામનાઓના જે સંદેશ મળ્યા છે, તેના માટે તમામનો આભાર માનું છું.
રંગભેદ પર પોતાના વિચાર રજુ કરતા ઓબામાએ કહ્યું કે હવે સ્થિતિમાં ઘણો સુધારો છે અને જેવા હાલાત પહેલા હતાં તેવા હવે નથી. જો કે રંગભેદ હજુ પણ સમાજમાં એક મોટી સમસ્યા છે. જેને ખતમ કરવા માટે લોકોના હ્રદયપરિવર્તનની જરૂર છે. માત્ર કાયદાથી કામ નહીં ચાલે.
અત્રે જણાવવાનું કે તાજેતરમાં થયેલી અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ્સને હારનો સામનો કરવો પડ્યો અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી. ડેમોક્રેટ્સ તરફથી હિલેરી ક્લિન્ટન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતાં. 20 જાન્યુઆરી 2017નો દિવસ ઓબામા માટે વ્હાઈટ હાઉસમાં છેલ્લો દિવસ હશે.

print

Comments

comments

VOTING POLL