ફેસબુકમાં 20 કરોડથી વધુ નકલી એકાઉન્ટ્સ

February 5, 2018 at 11:22 am


સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2017 સુધીમાં ફેસબુક પર નકલી કે ડુપ્લીકેટ એકાઉન્ટ્સની સંખ્યા વિશ્વભરમાં 20 કરોડ જેટલી રહી હતી. આવા ફેઈક ફેસબુક એકાઉન્ટ્સની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે.
ફેસબુકે પોતાના હાલના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે,2017ના ચોથા ક્વાર્ટરમાં, અમારા અંદાજ પ્રમાણે અમારા વિશ્વભરમાં રહેલા એમએયુ ( મંથલી એક્ટિવ યુઝર્સ)માં લગભગ 10 ટકા જેટલા એકાઉન્ટ્સ ડુપ્લીકેટ છે.’
આ રિપોર્ટ અનુસાર, ભારત, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં અન્ય વિકસિત રાષ્ટ્રોની તુલનામાં ડુપ્લીકેટ એકાઉન્ટ્સની ટકાવારી વધુ છે.’31 ડિસેમ્બર, 2017ના રોજ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર 213કરોડ એમએયુ હતા, જે આ સંખ્યામાં 31 ડિસેમ્બર, 2016 પછી 14 ટકાનો વધારો દશર્વિે છે. મંથલી એક્ટિવ યુઝર્સ 31 ડિસેમ્બર, 2016ના રોડ 186 કરોડ હતા, જેમાં છ ટકા અથવા તો 11.4 કરોડ ડુપ્લીકેટ એકાઉન્ટ્સ હતા.

print

Comments

comments

VOTING POLL