ફ્રાન્સઃ ક્રિસમસ માર્કેટમાં ગોળીબાર, 3નાં મોત, અનેક ઘાયલ

December 12, 2018 at 11:07 am


ફ્રાન્સના ઐતિહાસિક શહેર સ્ટ્રેસબર્ગની અતિ જાજરમાન ક્રિસમસ મારકેટમાં અજાÎયા બંદૂકધારીએ આડેધડ ફાયરિ»ગ કરતાં 3 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

ફ્રાન્સના આંતરિક સલામતિ ખાતાના મંત્રીએ એવી માહિતી આપી છે કે, આ ગોળીબાર કરનાર શખસ પોલીસના ઘેરાને તોડીને નાસી જવામાં સફળ થયો છે.
આ શખસ પકડાયો નથી માટે હજુ પણ બીજી સ્થળે આવા હુમલાની શકયતા નકારી શકાય નહી અને ચારેકોર જાપ્તાે મજબુત ગોઠવી દેવાયો છે.
આ શખસને પકડી પાડવા માટે પોલીસે ચારેકોર નાકાબંધી કરી દીધી છે અને બધા શહેરોને એલર્ટ કરી દેવાયા છે.
2015માં અહી ઈસ્લામિક સ્ટેટ દ્વારા વ્યાપક અને ગંભીર હુમલા કરવામાં આવ્યા હતા માટે ત્યારથી જ સલામતિ માટે વિશેષ ગાઈડલાઈન અમલમાં છે.
2015થી જ ફ્રાન્સના તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સંવેદનશીલ મથકો પર બંદોબસ્ત ચારગણો વધારી દેવાયો છે.
સ્ટ્રેસબર્ગમાં આવેલી રોનકદાર ક્રિસમસ મારકેટમાં ગોળીબારમાં ઘવાયેલા ડઝનથી વધુ લોકોને દવાખાને ખસેડાયા છે જયાં કેટલાકની હાલત ગંભીર છે.

print

Comments

comments

VOTING POLL