ફ્રાન્સ વિદ્ધ બેલ્જિયમ: બે યુરોપિયન રાષ્ટ્ર્ર વચ્ચે આજે સેમી–ફાઈનલ મેચમાં ગોલનો જલસો જોવા મળશે

July 10, 2018 at 7:08 pm


ફ્રાન્સ અને બેલ્જિયમના શકિતશાળી આક્રમણને ધ્યાનમાં રાખતા ફિફા વલ્ર્ડ કપ–૨૦૧૮માં આ બંને યુરોપિયન રાષ્ટ્ર્રની ટીમો વચ્ચે અહીં આજે રમાનારી સેમી–ફાઈનલ મેચમાં ઉપરાઉપરી ગોલનો જલસો જોવા મળવાનો સંભવ છે.
બંને વચ્ચે વલ્ર્ડ કપમાં થયેલા છેલ્લા મુકાબલામાં ૧૯૮૬માં ફ્રાન્સે ૪–૨થી વિજય મેળવી સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રા કયુંર્હતું. બંને રાષ્ટ્ર્ર વચ્ચે કોઈ મુખ્ય સ્પર્ધામાં તે છેલ્લી મેચ હતી, પણ ત્યાર પછી આઠ મૈત્રીભરી આંતરરાષ્ટ્ર્રીય મેચ રમાઈ ચૂકી છે કે જેમાંથી બેલ્જિયમની ટીમે બે જીતી હતી અને તેમાં ત્રણ વર્ષ અગાઉ સ્ટેટ ડી ફ્રાન્સ ખાતે રમાયેલી છેલ્લી પ્રદર્શનીય મેચનો પણ સમાવેશ હતો. તે મેચમાં બેલ્જિયમે મેચના બીજા અડધા તબક્કાની પાંચ મિનિટમાં ત્રણ ગોલથી સરસાઈ લીધી હતી અને તે જાળવી રાખતા ૪–૩થી વિજય મેળવ્યો હતો.
પોતાના ૧૯ વર્ષીય ફોરવર્ડ ખેલાડી કીલિયન મારેની આગેવાનીમાં ફ્રાન્સે ૨૦૦૬ પછી પહેલી વાર સેમી–ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યેા છે. અમે કોઈ ટીમથી ડરતા નથી, એમ ફુલબેક ખેલાડી બેન્જામિન પેવાર્ડે કહ્યું હતું. કોચ ડિડિયર ડેસચેમ્પ્સે કહ્યું હતું કે તેમના ખેલાડી શઆતથી જ વિશ્ર્વાસપૂર્વક રમી રહ્યા છે.
ડિડિયરના કેપ્ટનપદ હેઠળ ફ્રાન્સે ૧૯૯૮માં વલ્ર્ડ કપ અને ૨૦૦૦માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી.
રોબર્ટેા માર્ટિનેઝની બેલ્જિયમની ટીમ તેની છેલ્લી ૨૩ મેચમાં અજેય રહી છે અને તેણે કુલ ૭૮ ગોલ નોંધાવ્યા છે. તે ૧૨ મેચમાંથી ફકત એક વેળા બેલ્જિયમ એકેય ગોલ કરી શકયું ન હતું. મદદનીશ કોચ તરીકે ફ્રાન્સના ભૂતપૂર્વ સ્ટ્રાઈકર થિયેરી હેનરી હેઠળ બેલ્જિયમે વર્તમાન વલ્ર્ડ કપમાં પોતાની પાંચ મેચમાં સૌથી વધુ ૧૪ ગોલ કર્યા છે

print

Comments

comments

VOTING POLL