ફ્લિપકાર્ટે રિફંડ અને રિટર્ન પોલિસી વધુ કડક બનાવી

April 21, 2017 at 11:08 am


ટોચની ઈ-કોમર્સ કંપ્ની ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર વેચાતી મોટા ભાગની આઈટમ માટે તેની રિફંડ અને એકસચેન્જ પોલિસી ચુસ્ત બનાવી છે. તેનાથી કંપ્ની અને તેના વેન્ડર્સને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે પરંતુ કેટલાક ગ્રાહકો પણ ગુમાવવા પડશે.

ફ્લિપકાર્ટ હવેથી મોબાઈલ ફોન, મોબાઈલ એસેસરિઝ, પર્સનલ કેર એપ્લાયન્સિસ, કોમ્પ્યુટર અને કેમેરા એસેસરિઝ, ઓફિસ ઈક્વિપમેન્ટ, ગેમ તથા સ્માર્ટ વેરેબલ્સની ખરીદી પર રિફંડ ઓફર નહીં કરે. વેબસાઈટની રિફંડ પોલીસી કહે છે કે ‘રિફંડ ઓફર કરવામાં નહીં આવે તમામ સેલ ફાઈનલ છે’ વેન્ડર્સે આ પગલાંને આવકાર્યું છે પરંતુ કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે રિફંડ ન આપવાની તેના ટ્રાફિકને અસર થઈ શકે કારણ કે ભારે ડિસ્કાઉન્ટ ઉપરાંત ઉદાર રિફંડ પોલિસીના કારણે ભારતમાં ઈ-કોમર્સમાં ભારે તેજી આવી છે.

ઈ-કોમર્સ ઉદ્યોગના એક એક્ઝિકયુટીવે કહ્યું કે, ‘ફ્લિપકાર્ટની નવી રિફંડ પોલિસી છેલ્લા ત્રણથી પાંચ દિવસમાં અમારા ધ્યાનમાં આવી છે. અમારા મતે આ નીતિ ફાયદાકારક નથી. તેનાથી કામચલાઉ ધોરણે ખર્ચમાં બચત થરે પરંતુ લાંબા ગાળે ગ્રાહકો ગુમાવવા પડશે.

જોકે, ફ્લિપકાર્ટના પ્રવકતાએ જણાવ્યું હતું કે કંપ્ની કસ્ટમર ફ્રેન્ડલી રિફંડ પોલિસીનું પાલન કરે છે. તેમણે કહ્યું કે અમારા ગ્રાહકો 1,150થી વધારે પ્રોડકટ કેટેગરીમાં સેલ્ફ સર્વિસ ઓપ્શન દ્વારા રિફંડ કલેમ કરી શકે છે. એટલે કે કુલ કેટેગરીમાંથી લગભગ 66 ટકાને રિફંડ હેઠળ આવરી લેવાશે.

print

Comments

comments

VOTING POLL