ફºલઝર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાના મામલે આવતીકાલે ખેડૂત દ્વારા આત્મવિલોપનની ચિમકી

March 13, 2018 at 1:14 pm


જામજોધપુર પંથકમાં ખેડૂતોએ ખેતી માટે સિંચાઇ વિભાગમાં પાણી અંગેના રૂપિયાની ભરપાઇ કરી હોવા છતાં ખેડૂતોને સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં નહી આવતા ખેડૂતોએ પાક નિષ્ફળ જવાની ભીતિ સાથે સિંચાઇ વિભાગના સક્ષમ અધિકારીઆેને રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા દશાર્વવામાં આવતી લાપરવાહીના પરિણામે જામજોધપુરનો ખેડૂત તા. 14 ના રોજ સિંચાઇ વિભાગની કચેરીની સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. જામજોધપુરના રેવન્યુ વિસ્તારમાં આવતા ખેડૂતોએ પોતાના ખેતીના પાક માટે ચાર વખત પાણી છોડવા માટે સિંચાઇ વિભાગમાં રૂપિયાની ભરપાઇ કરી હોવા છતાં સિંચાઇ વિભાગ દ્વારા ફંલઝર-2 ડેમ (કોટડાબાવીસી) માંથી પાણી છોડવામાં નહી આવતા ખેડૂતોને પડતી હાલાકીના પગલે આ પંથકના ગીરધર ઘેલાભાઇ વાછાણીની સહિતના અગિયાર ખેડૂતોએ આ અંગે સિંચાઇ વિભાગના અધિકારીને કેનાલમાં પાણી છોડવા અંગેની રજૂઆત કરી હતી, સાથાેસાથ પોતાના ખેતીનો પાક નિષ્ફળ જવાની દહેશત પણ વ્યક્ત કરી હતી.

જ્યારે બીજી બાજુ વેણુ નદીમાંથી છેલ્લા ઘણાં સમયથી ગેરકાયદે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, જે અંગે સિંચાઇ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ ફંલઝર ડેમમાંથી પાણી છોડવા અંગે પણ સિંચાઇ વિભાગ દ્વારા દશાર્વવામાં આવતી લાપરવાહીના પગલે ગીરધર ઘેલાભાઇ વાછાણી નામના ખેડૂતે તા. 14/3/18 ના રોજ સિંચાઇ વિભાગ યોજનાની પેટા કચેરી સામે આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. જામજોધપુરના ખેડૂતની પાણી પ્રñે આત્મવિલોપન કરવાની અપાયેલી ચીમકીના પગલે તંત્રમાં ભારે અફડાતફડી મચી જવા પામી છે અને ખેડૂત આત્મવિલોપન કરે નહી તે માટે પોલીસ વિભાગ સહિત લગત સરકારી તંત્રની આ અંગે એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL