બંધની ગુજરાતમાં તોફાની અસરઃ હાઈ-વે પર ચકકાજામ

September 10, 2018 at 3:38 pm


દેશમાં પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારા સામે કાેંગ્રેસ સહિત 21 રાજકીય પક્ષોએ આપેલા આજે ભારત બંધના એલાનને સફળ બનાવવા ગુજરાત કાેંગ્રેસના કાર્યકરો આજે વહેલી સવારથી જ રોડ પર ઉતરી આવ્યા હતા. પરિણામે ગુજરાતમાં ભારત બંધના એલાનનો તોફાની પ્રારંભ થયો હતો. રાજ્ય સરકાર દ્વારા બંધના એલાન દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે રાજ્યભરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ખાસ કરીને અમદાવાદ તથા વડોદરા જેવા શહેરોના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ફોજ ઉતારી દેવામાં આવી હતી આ ઉપરાંત જુદાજુદા પેટ્રાેલ પંપ પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગુજરાતમાં વહેલી સવારથી જ બંધની તીવ્ર અસર જોવા મળી હતી જેમાં અમદાવાદ ઉદેપુર હાઈવે પર ટાયરો સળગાવતા હાઇવેની બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સજાર્યા હતા પોલીસે સ્થળ પર પહાેંચી હાઇવે પર રાબેતા મુજબ ટ્રાફિક શરુ થાય તેવા પ્રયાસો કર્યા હતા. વડોદરા શહેરમાં તો ગઇ રાતથી જ કેટલાક તત્વો તોફાને ચડéા હતા સયાજીગંજ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજાર મા ટાયરો સળગાવી તેમજ એક એકટીવા સળગાવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે લોકોમાં ભયનો માહોલ સજાર્યો હતો જ્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે તોફાની તત્વોએ એએમટીએસની બે બસોના કાચ તોડી નાખતા સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. સુરત શહેરમાં કાેંગ્રેસના કાર્યકરોએ વહેલી સવારે બંધ દેખાતી દુકાનની આરતી ઉતારી બંધના એલાનને સફળ બનાવવા બદલ ગાંધીગીરીનો નવો માર્ગ અપનાવ્યો હતો અને બંધના એલાનને પ્રજાનું સમર્થન મળી રહ્યું હોવાનો પણ દાવો કર્યો હતો. અમદાવાદમાં બંધના એલાન દરમ્યાન શાળાના બાળકોને તથા બાળકોને સ્કુલ સુધી પહાેંચાડતા વાહનોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે કેટલીક ખાનગી શાળાઆેએ આજે રજા જાહેર કરી હતી જ્યારે રાજકોટ શહેરની તો લગભગ 400 ખાનગી શાળાઆેએ ગઈકાલથી જ રજાની જાહેરાત કરી દીધી હતી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોએ પ્રજા તથા સરકારી માલ મિલકતનુ રક્ષણ કરવા કાયદો હાથમાં લેનાર તોફાની તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા ની તંત્રને તાકીદ કરી છે

બંધના એલાન દરમ્યાન સામાન્ય રીતે એસટી બસ તથા સરકારી મિલકતો જ સૌપ્રથમ તોફાનીઆે નું નિશાન બનતી હોવાથી આજે રાજ્યના અનેક વિસ્તારોમાંથી એસટી બસો ને પાછી ડેપો પર બોલાવી લેવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમા ધનસુરા બાયડ ની લગભગ 16 એસ.ટી બસોને ડેપો પર પાછી બોલાવી લેવામાં આવી હતી, કાેંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા તથા કાર્યકરોને કાયદો હાથમાં નહી લેવાની અપીલ કરવામાં આવી હોવા છતાં ઠેરઠેર ટાયરો સળગાવવાના બળજબરીથી દુકાનો તથા સંસ્થાઆે બંધ કરાવવાના બનાવો બનતા પોલીસે તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવાનું શરુ કર્યું છે અરવંી ભિલોડા શામળાજી વગેરે અનેક સ્થળોએ તોફાની તત્વોએ ટાયરો સળગાવી ચક્કાજામ કરવાના અહેવાલો મળી રહ્યા છે.

કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સવારે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ તથા કાેંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ અમદાવાદના લાલ દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાેંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો એ ભાગ લીધો હતો.

print

Comments

comments

VOTING POLL