બંધનું રાજકારણ બંધ કરો…

April 11, 2018 at 5:25 pm


પ્રજાના પૈસે જલસા કરતાં અને પ્રજાની સેવાના નામે મેવા ખાતા આપણા રાજકારણીઆે લોકોની સેવા તો કરતા નથી પરંતુ પોતાના રાજકીય રોટલા શેકતા રહે છે અને તેનો ભોગ દેશની જનતા બની રહી છે. સંસદનું મોટાભાગે આખું બજેટસત્ર હો હા અને દેકારા કરવામાં ધોવાઈ ગયા પછી હવે ‘બંધ’નું રાજકારણ શરૂ થયું છે અને દેશની જનતાને છેલ્લા 10 દિવસમાં બે વખત ‘બંધ’નો સામનો કરવો પડયો છે. મોદી સરકાર દલિત વિરોધી છે અને તેમના શાસનમાં દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેવા આક્ષેપો સાથે વિરોધપક્ષ એક થયો છે અને આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યાે છે.

ગત બીજી એપ્રિલે કેટલાક સંગઠનોએ દલિતો ઉપરના અત્યાચારના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું હતું અને આ દિવસે અનેક રાજ્યોમાં હિંસાત્મક ઘટનાઆે બની હતી, કેટલાક નિર્દોષ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતાં. આ ઘટના પછી રાજકીય પક્ષો એક બીજા ઉપર દોષારોપણ કરવા લાગ્યા હતાં જે હજુ ચાલુ જ છે. આ દરમિયાન સોશ્યલ મીડિયા ઉપર બંધની સામે ગઈકાલે મંગળવારે ફરી વખત ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાન કોઈ રાજકીય પક્ષે કે કોઈ ચોકકસ સંગઠને નહી પરંતુ સોશ્યલ મીડિયા ઉપર પોતાના મનની ભડાશ કાઢી રહેલા લોકોએ આપ્યું હતું. આવા લોકો દેશમાં અનામત પ્રથાનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. આ બંધને કોઈનું સમર્થન ન હોવા છતાં બિહાર જેવા રાજ્યમાં વ્યાપકપણે હિંસક ઘટનાઆે બની છે જે નિંદાને પાત્ર છે.

આ પ્રકારના બંધના એલાનથી જુદા જુદા સમાજમાં ઉÜેગ અને પૂર્વગ્રહ પેદા થાય છે અને જુદા જુદા સમાજના લોકો વચ્ચે ઘર્ષણ પણ થાય છે. પોતાના અંગત સ્વાર્થ ખાતર કેટલાક તત્વો અરાજકતા અને વૈમનસ્ય ફેલાવી લોકોની ભાવનાઆે અને સંવેદનાઆેને ભડકાવતા રહે છે. ગઈકાલના બંધના એલાનને દેશની મોટાભાગની શાણી પ્રજાએ નકારી દીધું હતું આમ છતાં બિહાર જેવા હિંસક ઘટનાઆે માટે પંકાયેલા રાજ્યમાં આગજની, તોડફોડ અને ટ્રેન રોકો જેવી ઘટનાઆે બની હતી.
બીજી એપ્રિલના બંધના એલાનમાં બનેલી ઘટનાઆેમાંથી ધડો લઈને સરકારે આ વખતે કેટલીક એડવાઈઝરી પણ જાહેર કરી હતી અને જો કોઈ સ્થળે હિંસક ઘટનાઆે થશે તો તેના માટે ડી.એમ. જવાબદાર ગણાશે તેવી સ્પષ્ટ ચીમકી પણ આપી હતી. આ એડવાઈઝરીની અસર પણ જોવા મળી છે અને બિહારને બાદ કરતાં મોટાભાગના રાજ્યોમાં કોઈ નાેંધપાત્ર ઘટના બની નથી જે ઘણી સારી બાબત છે.
જયારે જયારે બંધના એલાન આપવામાં આવે છે ત્યારે ત્યારે કેટલાક ચોકકસ તત્વો રાજકીય લાભ મેળવવા માટે અથવા તો પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે સરકારી માલ મિલકતને નુકસાન પહાેંચાડતા હોય છે. સરકારી આેફિસોમાં તોડફોડ કરવી, એસ.ટી. બસના કાચ તોડવા અને આગ ચાંપવી, સરકારી વાહનોને સળગાવી દેવા વગેરે સામાન્ય બની જતું હોય છે. આ પ્રકારની ઘટનાઆેમાં જે નુકસાન ભોગવવાનું આવે છે તે અંતે તો પ્રજાના પૈસાનું જ હોય છે.
છેલ્લા 10 દિવસમાં બંધના બબ્બે એલાનો ભોગવનાર દેશની જનતાએ જ હવે આવા બંધને જાકારો આપવાની જરૂર છે. જો પ્રજા જ સાથ સહકાર નહી આપે તો બંધના એલાન આપનારા લોકો નબળા પડશે અને તેનો ફાયદો અંતે દેશને થશે.

print

Comments

comments

VOTING POLL