બખરલા–બોરીચા રોડ ઉપર વિદેશીદારૂની ૧૯૧ બોટલ સાથે યુવાન ઝડપાયો

January 11, 2017 at 2:35 pm


પોરબંદરના બખરલા–બોરીચા રોડ ઉપર વિદેશીદારૂની ૧૯૧ બોટલ સાથે યુવાન ઝડપાયો છે.બનાવની વિગત એવી છે કે, બખરલા–બોરીચા રોડ ઉપર તળાવની પાસે વાડી ધરાવતા અજીત દુદા ઓડેદરાએ તેના વાડીના મોવડ પાસે વિદેશીદારૂની મોટીમાત્રામાં બોટલો ઉતારી હોવાની ચોકકસ માહિતી લોકલ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ. આર.ટી. વ્યાસને મળતા તેમણે ટીમ સાથે દરોડો પાડતા રોયલ ચેલેન્જ ગોલ્ડ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૧૪૩ બોટલ અને રોયલ સ્ટગ કલાસીક વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૪૮ બોટલ સહિત ૧૯૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો અને અજીતની ધરપકડ કરીને પુછપરછ કરતા આ દારૂનો જથ્થો તેને બોરીચાના રબારીકેડામાં રહેતા આલા દાના રબારીએ કારમાં આવીને પુરો પાડયાનું જણાવતા તેની સામે પણ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરી છે તે ઉપરાંત છાંયાના જુના દલિતવાસના નારણ ઉર્ફે મુંડી દાના શિંગરખીયાના ઘરમાંથી અને ઓડદરના રાણા ઉર્ફે હાંડીવાળા હમીર ઓડેદરાના ઘોડીયું સીમના ખારામાં આવેલી વાડીમાંથી દારૂ અને આથો મળી આવતા તેઓની સામે પણ ગુન્હા નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL