બગસરાના સમઢિયાળા ગામે માનસિક બિમાર યુવાન સબ સ્ટેશન પર ચડી જતાં શોક લાગ્યો

October 6, 2017 at 1:14 pm


બગસરા તાલુકાના સમઢિયાળા ગામે રહેતો માનસિક બિમાર પટેલ યુવાને વાડીએ ઈલેકટ્રીક લાઈનના સબ સ્ટેશન પર ચડી જતાં બન્ને હાથ-પગે શોક લાગતા ગંભીર પ્રકારે દાઝી જતા સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ બગસરાના સમઢિયાળા ગામે રહેતો જીજ્ઞેશ ગોરધનભાઈ અંટારિયા ઉ.વ.21 નામનો માનસિક બિમાર લેઉવા પટેલ યુવાન ગઈકાલે બપોરે પોતાની વાડીએ ચા દેવા ગયો હતો ત્યારે ઈલેકટ્રીક લાઈનના સબ સ્ટેશન પર ચડી જતાં યુવાનને શોક લાગતા બન્ને હાથે અને પગે ગંભીર પ્રકારે દાઝી જતાં સારવારમાં પ્રથમ બગસરા બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યોછે.
જૂની અદાવતમાં યુવાન પર હમલો

વીંછિયાના અમરાપુર ગામે રહેતો હસમુખ ચનાભાઈ વસાણી ઉ.વ.28 નામનો કોળી યુવાન ગઈકાલે સાંજે સાત વાગ્યે ઘર પાસે હતો ત્યારે અગાઉ સાતમ આઠમમાં થયેલ ઝઘડાનો ખાર રાખી ગામમાં રહેતો અમરશી તુલસી, હેમો, ભીખો, અરજણ, પ્રવિણ, લાલજી ભીખા, ગૌતમ સહિતના શખસોએ પાઈપ-ધોકા વડે હમલો કરી યુવાનને માથામાં તથા વાસાના ભાગે ઈજા કરતા પ્રથમ સારવાર વીંછિયા બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL