બજેટથી મધ્યમવર્ગ જ નહી છજજનું સાથી સંગઠન પણ નારાજઃ આજે દેશવ્યાપી દેખાવો

February 2, 2018 at 11:07 am


મોદી સરકારના કાર્યકાળના અંતિમ બજેટથી મધ્યમવર્ગ અને પગારદાર વર્ગ નારાજ હોવાના અહેવાલો તો મળ્યા છે પણ આ બજેટથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાથી સંગઠન પણ નારાજ જોવા મળી રહ્યા છે. આરએસએસના સાથી સંગઠન ભારતીય મજદૂર સંઘે બજેટને નિરાશાજનક’ ગણાવ્યું છે એટલું જ નહી સંઘે આજે દેશવ્યાપી પ્રદર્શન કરવાનું એલાન પણ કરી દીધું છે.

લોકસભા ચૂંટણી વહેલી યોજાય એવી અટકળો ચાલી રહી છે ત્યારે આરએસએસના આ સહયોગી સંગઠન દ્વારા ખુલ્લેઆમ બજેટનો વિરોધ કરવામાં આવે તે સરકાર માટે અચ્છે દિન’નો સંકેત નથી. ભારતીય મજદૂર સંઘના કહેવા પ્રમાણે સરકારે કામદારો અને પગારદાર વર્ગ માટે બજેટમાં કોઈ લક્ષ આપ્યું નથી. ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાયો કે ન કામદારોનાં હિતમાં કોઈ મોટી ઘોષણા કરવામાં આવી નથી. આ ઉપરાંત આંગણવાડી કાર્યકતાર્આે અને આશા વર્કર્સ માટે પણ સરકાર બજેટમાં માત્ર નિરાશા જ લાવી છે. ભારતીય મજદૂર સંઘે બજેટને નિરાશાજનક ગણાવીને આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની ઘોષણા કરી દીધી છે. ભારતીય મજદૂર સંઘ, આરએસએસનું સાથી સંગઠન છે જે કામદારો માટે અવાજ ઉઠાવે છે. અગાઉ પણ ભારતીય મજદૂર સંઘ મોદી સરકારની નીતિઆેની ટીકા કરતો રહ્યાે છે. સંઘે નોટબંધી અને જીએસટી માટે પણ કહ્યું હતું કે આ નિર્ણયોના કારણે નાના અને મધ્યમ ઉદ્યાેગોને ઘણું નુકસાન થયું છે..

print

Comments

comments

VOTING POLL