બજેટની જોગવાઈ ઉપર મોરારી બાપુનો કટાક્ષ: સરકારને અમે જ મળ્યા ?

February 6, 2018 at 11:22 am


સાવરકુંડલા ખાતે 2 દિવસથી કથાકાર મોરારિ બાપૂની રામકથા ચાલી રહી છે. અહીં હોસ્પિટલના લાભાર્થે ટ્રસ્ટીઓ સપ્તાહ યોજી રહ્યા છે. મોરારિ બાપૂને આમ તો નરેન્દ્ર મોદીના હિતેષુ માનવામાં આવે છે. પરંતુ આજે તેમણે મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. હજારોની મેદની વચ્ચે મોરારિ બાપૂએ એવું નિવેદન આપ્યું હતું કે, હવે લાઈવ બતાવવું હોય તો પણ સરકાર ને 1 લાખ રૂપિયા ટેક્સ આપવો પડે છે, એમાં પાછું બજેટ આવ્યું એમાં ઉપરવાળાને વાંધો નથી આવ્યો અને સાવ નીચે વાળાને વાંધો નથી આવ્યો. વચ્ચે વાળાને કષ્ટ. પહેલા નંબર અમારો આવ્યો.
મોટાભાગે યુપીએ સરકારને આડેહાથ લેનાર બાપૂએ આજે કટાક્ષમાં મોદી સરકારને પોતાના નિશાને લીધી હતી. તેમણે કથા દરમિયાન હસી મજાક કરતાં કેટલીક વાતો ગોળ ગોળ પણ કરી હતી. જો કે આ અનેક મુદ્દા સમજદાર લોકો સમજી ગયા હતા. જો કે આ તમામ વાતો સરકાર વિરુદ્ધ થઈ હતી જેને લઇને રાજકારણ પણ ગરમાયું હતું. તો સૂત્રો પાસેથી એવી પણ વિગતો મળી રહી છે છેલ્લા કેટલાય સમયથી આસ્થા ચેનલ લાઈવ બંધ થઈ છે. ચેનલ પર લાઈવ ચાલુ છે પણ જીવંત પ્રસાર થતું નથી 30 મિનિટ પાછળ લાઈવ આવે છે. આવી પણ વિગતો કેટલાક સેવકો પાસેથી જાણવા મળી રહી છે. રામાયણી કથાકારના નિવેદનોને સીધી રીતે તમે જુઓ તો સરકાર સામે નારાજગી પણ કહી શકાય તેમ છે.
170 દેશોમાં લાઈવ કથા સંભળાઈ રહી છે. અડધા કલાકને અંતે, આસ્થાવાળાને સરકારે હમણાં એવું કીધું કે લાઈવ ટેલિકાસ્ટ દેખાડવા માટે એક કલાકના 1 લાખ આપવા. આવો નિયમ, વાતચીતો ચાલે છે. સરકારને જ્યારે ખાડા પડેને ત્યારે આવું ખોદે. એટલે ઘણાં ફોન આવે છે કે બાપૂ આસ્થા પર લાઈવ કથા કેમ બંધ થઈ ગઈ. આખી દુનિયાને કહેવા માંગું છું કે લાઈવ નથી પણ અડધા કલાક પછી એ જ બતાડે છે. અહીં સાડા નવે ચાલુ થઈ જાય છે અને તમારે જોવાનું દસ વાગે થાય છે. જ્યાં સુધી આ બધી ચચર્િ ચાલે ત્યાં સુધી. કંઈક નિર્ણય આવશે. એટલે એક લાખ રૂપિયે અટક્યું છે. બજેટમાં કોઈ ના મળ્યા, અમે જ મળ્યા. કારણ કે અમે વામમાર્ગી નથી કે દક્ષિણ માર્ગી નથી. મધ્યમમાર્ગી છીએ. બુધ્ધ અમે બાવા. બજેટના નિષ્ણાતો એમ કહે છે. ઉપરવાળાનેય ફાયદો છે નીચે વાળાનેય ફાયદો છે.

print

Comments

comments

VOTING POLL