બજેટની રાહતો અને લગ્નની સીઝનને કારણે સોનાની માગ વધશે

February 5, 2019 at 12:53 pm


સોનાના ભાવમાં તેજી છતાં ચાલુ વર્ષે લગ્નના દિવસોની સંખ્યા વધારે હોવાથી સોનાના માંગને વેગ મળે તેવી શકયતા છે. જાણકારોના મતે ચાલુ વર્ષે લગ્ન માટે શુભ દિવસોની સંખ્યા 109 છે, જે 20 વર્ષમાં સૌથી વધુ છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશન (આઈબીજેએ)ના ડિરેકટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે, અત્યારે માંગ ધીમી છે, પણ સોનું ભારતનાં લગ્નાેનો અભિન્ન હિસ્સો હોવાથી ધીમે ધીમે માંગને વેગ મળવાની શકયતા છે. આચાર્યએ કહ્યું હતું કે, લગ્નના દિવસોની સંખ્યા વધુ હોવાનો અર્થ એ થયો કે, સોનાની ખરીદી વધશે. જોકે, ઉંચા ભાવ સોનાની માંગ સામે અવરોધ ઉભો કરી શકે. એક મહિનામાં સોનાના ભાવ 6.31 ટકા વધ્યા છે. પહેલી જાન્યુઆરીએ 10 ગ્રામ સોનું રૂા.31,660 થયું છે. આેલ ઈન્ડિયા જેમ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉિન્સલના ચેરમેન અનંત પÚનાભને જણાવ્યું હતું કે, પ્રારંભિક તબકકે ઉંચા ભાવ ગ્રાહકોને દૂર રાખશે, પણ ભાવ વર્તમાન સ્તરે રહેશે તો સોનામાં ખરીદી જોવા મળશે. તેમણે કહ્યું હતું કે, વચગાળાના બજેટ પ્રસ્તાવોને કારણે ગ્રામીણ વિસ્તારો અને મધ્યમવર્ગમાં સોનાની માંગ વધવાનો અંદાજ છે. દેશમાં સોનાની 800-850 ટનના કુલ વપરાશમાં ગ્રામીણ ભારતનો હિસ્સો 60 ટકા છે. બજેટમાં મધ્યમવર્ગને અપાયેલી રાહતો અને ખેડૂતોના પેકેજને કારણે જવેલરીની માંગમાં વધારો થશે. મધ્યમવર્ગના હાથમાં હવે વધુ ખર્ચપાત્ર આવક આવશે, જેનો અમુક હિસ્સો સોનામાં ખર્ચાશે.
એશપ્રા જેન્સ જવેલ્સના ડિરેકટર વૈભવ સરાફના જણાવ્યા અનુસાર ખેડૂતો વધુ સારું બિયારણ અને અન્ય ચીજો ખરીદી કરશે. તેને લીધે પાકની ઉપજ વધશે. આ પરિબળોને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો નાેંધાશે. 2018માં ભારતની સમગ્ર વર્ષની માંગ 760.4 ટન હતી, જે 2017ના 771.2 ટનની તુલનામાં એક ટકા આેછી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉિન્સલના ભારત ખાતેના વડા સોમસુંદરમ્ પીઆરે જણાવ્યું હતું કે, 2015થી વધુ થયેલો ટ્રેન્ડ દશાર્વે છે કે, પારદર્શકતાનાં પગલાંની સોનાની માંગ પર અસર થઈ હતી. લોકસભાની આગામી ચૂંટણી અને ખર્ચમાં સંભવિત વૃદ્વિને ધ્યાનમાં રાખીને 2019માં સોનાની માંગ 750-850 ટનની રેન્જમાં રહેવાનો અંદાજ છે.

2019ના પ્રથમ મહિને સોનામાં 7 ટકા વળતર
નાણા રોકાણકારોને કેલેન્ડર વર્ષ 2019 ફળી રહ્યું છે. આ વર્ષમાં હજુ માંડ એક મહિનો વિત્યો છે ત્યાં સોનાએ લગભગ 7 ટકાનું રિટર્ન આપ્યું છે.સોમવારે એમસીએકસ ખાતે એપ્રિલ ગોલ્ડ ફયુચર્સ રૂા.33,646ની છેલ્લા આઠ મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. અગાઉ તેણે આેગસ્ટ 2018માં રૂા.33,800નો સ્તર દશાર્વ્યો હતો. આેગસ્ટ 2013માં તેણે કોમેકસ ખાતે રૂા.35,074ની સર્વોચ્ચ સપાટી દશાર્વી હતી.
સોનામાં રિટર્નનું કારણ વૈશ્વિક બજારમાં કીમતી ધાતુના ભાવમાં મજબૂતી ઉપરાંત સ્થાનિક ચલણ રૂપિયામાં ડોલર સામે ઘસારો છે.
સોમવારે રૂપિયો શુક્રવારના બંધ સામે 40 પૈસાથી વધુ ઘટાડા સાથે 72ની સપાટી નજીક ટ્રેડ થઈ રહ્યાે હતો. એનાલિસ્ટ્સના મતે ચૂંટણીનાં પરિણામો સુધીમાં તે 3-5 ટકાનો ઘટાડો અને અગાઉના 74.50ના સ્તર સુધી ઘસાઈ શકે છે. સોનાએ ચાલુ કેલેન્ડની શરૂઆતમાં છેલ્લા છ વર્ષોમાં ટૂંકા ગાળામાં સૌથી ઝડપી વળતર નાેંધાવ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષ સોનું તેમજ ચાંદી માટે તેજીનું રહેશે તે નિશ્ચિત છે. કેમ કે ફંડામેન્ટલ્સ મજબૂતી દશાર્વી રહ્યાં છે. એક બાજુ ડોલરમાં નરમાઈ જોવા મળી રહી છે. બીજી બાજુ રૂપિયો પણ ઘસાઈ રહ્યાે છે. આમ આગામી સમયગાળા દરમિયાન સોનું હજુ મજબૂતી દશાર્વી શકે છે. એમ ટ્રેડબુલ્સ સિકયોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ ભાવિક પટેલ જણાવે છે. તેમના મતે ચૂંટણીના પરિણામો સુધીમાં રૂપિયામાં વર્તમાન સ્તરથી આેછામાં આેછો 3 ટકાનો ઘટાડો સંભવ છે. વૈશ્વિક બજારમાં સોનું સ્થિર રહે તો પણ રૂપિયાના સંદર્ભમાં તે મજબૂતી દશાર્વવાનું ચાલુ રાખશે.

print

Comments

comments

VOTING POLL