બજેટને કારણે ખાધતેલ ૩થી ૫% મોંઘા થશે

February 2, 2018 at 11:21 am


ખાધતેલનાં ભાવ આગામી દિવસોમાં ભડકે બળે તેવી સંભાવનાં છે. કેન્દ્રીય નાણામંત્રી અણ જેટલીએ બજેટમાં ખાધતેલની આયાત ડૂટીમાં જબ્બર વધારો કરી દીધો છે, જેને પગલે આયાતી તેલો મોંઘા થશે તો સ્થાનિક તેલનાં ભાવ પણ વધી જાય તેવી સંભાવનાં છે.

નાણા મંત્રીએ પોતાનાં બજેટ પ્રવચનમાં ખાધતેલની આયાત ડૂટી અંગે કોઈ જાહેરાત કરી નહોંતી, પરંતુ તેનાં વિવિધ પેપરો જોતા ખાધતેલની આયાત ડૂટીમાં ૧૫ ટકાથી પણ વધુનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે તમામ પ્રકારનાં કાચા ખાધતેલ જેમ કે સિંગતેલ,કપાસિયા તેલ, ઓલીવ ઓઈલ, કોપરા તેલ, સફોલા તેલ, પામ કર્નલ, અળસી, મકાઈ તેલ, એરંડા–તલનું તેલ અને અન્ય કાચા તેલની આયાત ડૂટી હાલમાં ૧૨.૫ ટકા લાગે છે, જે વધારીને સીધી ૩૦ ટકા કરવામાં આવી છે. એ જ રીતે રિફાઈન્ડ ખાધતેલની આયાત ડૂટી હાલમાં ૨૦ ટકા છે, જને વધારીને સીધી ૩૫ ટકા કરવામાં આવી છે. જોકે પામોલીનની ૪૦ ટકા હતી, જે જાળવી રાખી છે.

કેન્દ્ર સરકારે ગત નવેમ્બર મહિનામાં જ સોયાબીન, સનલાવર અને રાયડા તેલની ડૂટી વધારી હતી. જેમાં સોયાબીનની ૩૦ ટકા કરતા તેમાં કોઈ વધારો થયો નથી, યારે કપાસિયા તેલ–સિંગતેલની ડૂટી ૧૨.૫ ટકાથી વધીને ૩૦ ટકા અને રિફાઈન્ડમાં ૨૦ ટકાથી વધીને ૩૦ ટકા થઈ છે.

દેશમાં દર વર્ષે આશરે ૧૫૦ લાખ ટન ખાધતેલની આયાત થાય છે, જેમાં સૌથી મોટો હિસ્સો પામતેલ અને સોયાતેલનો છે, જેમાં સરકારે ગત નવેમ્બરમાં જ ડૂટી વધારી છે, પરિણામે હાલ તેમાં કોઈ અસર થશે નહીં, પરંતુ ઓલીવ ઓઈલની આયાત મોંઘી પડશે..

સરકારે ડૂટીમાં સીધા વધારા ઉપરાંત તેનાં સરચાર્જમાં પણ વધારો કર્યેા છે. અત્યાર સુધી ડૂટી ઉપરાંત ત્રણ ટકાનો સરચાર્જ લાગતો હતો, જે હવેથી ૧૦ ટકા સરચાર્જ લાગશે. સરચાર્જમાં વધારાને કારણે પણ સરેરાશ તમામ ખાધતેલની ડૂટીમાં ત્રણથી ચાર ટકાનો વધારો થાય છે.

print

Comments

comments

VOTING POLL