બજેટ કેવું છે ? વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોના અભિપ્રાય

February 1, 2018 at 4:48 pm


રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે બજેટ સારું, રોકાણકારોનો પ્રવાહ વધશે: જક્ષય શાહ
રીયલ એસ્ટેટ ક્ષેત્રની શિરમોર સંસ્થા ક્રેડાઈના નેશનલ પ્રેસીડેન્ટ જક્ષય શાહે નાણામંત્રી જેટલીએ રજૂ કરેલા બજેટને દેશના વિકાસ માટે સા ગણાવ્યું છે. નાણામંત્રીએ હોલિસ્ટીક એપ્રોચ રાખ્યો છે અને વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જે ઘણી સારી બાબત છે.
તેમણે કહ્યું હતું કે, આ બજેટમાં લોકોની રોટી, કપડા અને મકાનની જરીયાતોને સંતોષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્રનો સવાલ છે ત્યાં સુધી તેને આ બજેટથી ઘણું પ્રોત્સાહન મળશે. આ ક્ષેત્રને ફંડની જરીયાત છે અને તેવા સમયે જ સરકારે એફોર્ડેબલ હાઉસીંગની ફંડ આપવાની જાહેરાત કરી છે જે ઘણી સારી બાબત છે.
તેમણે ઉમેર્યું હતું કે, મને લાગે છે કે, પ્રથમ મેન્યુફેકચરીંગ અને સર્વિસ ઈન્ડસ્ટ્રીને સન્માન મળ્યું છે. આ બજેટમાં રહેલી જોગવાઈઓને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઘણા પ્રોત્સાહનો મળશે. શેરબજાર ઉપર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાદવામાં આવ્યો હોવાથી શકય છે કે શેરબજારમાં રોકાણ કરનારા લોકો રિયલ એસ્ટેટ તરફ વળે. વધુમાં સરકારે સિનીયર સિટીઝનોને પણ ઘણી રાહત આપી હોવાથી તેઓ રોકાણ માટે રીયલ એસ્ટેટ ક્ષેત્રને પસંદ કરે તેવું પણ બને. આજે લોકોની જરીયાત મકાનની છે અને સોના કરતા પણ મકાનમાં નાણા રોકે તેવી સંભાવના છે. જક્ષય શાહે કહ્યું હતું કે, આ બજેટથી લોકોનું જીવન ધોરણ ઘણુંબધુ સુધરશે. સરકારે સંપુર્ણપણે સમતોલ બજેટ આપીને સાચી દિશામાં પગલું ભર્યું છે.

નોકરિયાતને પ્રત્યક્ષ ફાયદો, પરોક્ષ ગેરફાયદા: ધવલ ખખ્ખર (સી.એ.)
કરવેરા સલાહકાર ધવલ ઇશ્ર્વરભાઇ ખખ્ખરે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના નાણાકીય વર્ષ ર૦૧૮–૧૯ માટેનું બજેટ અંગે મંતવ્ય આપતા જણાવેલ કે, પગારની આવક ઉપર રૂા.૪૦,૦૦૦– સ્ટાન્ર્ડડ ડીડકશન મળશે.
લોન્ગ ટર્મ કેપીટલ ગેન્સ પર હવે ૧૦ ટકા ટેકસ આપવો પડશે. (એક લાખથી ઉપરની રકમ માટે), લોન્ગ ટર્મ કેપીટલ ગેન્સ પર હવે ૧૦ ટકા ટેકસ આપવો પડશે. (એક લાખથી ઉપરની રકમ માટે), શોર્ટ ટર્મ કેપીટલ ગેન્સ ઉપર કોઇ ફેરફાર કરેલ નથી. સીનીયર સીટીઝન માટે એફ.ડી. ઉપર વ્યજમાં ટીડીએસની મર્યાદા રૂા.૧૦,૦૦૦થી વધારી રૂા.પ૦,૦૦ કરેલ છે. સીનીયર સીટીઝન માટે હેલ્થ ઇન્સયોરન્સની લીમીટ કલમ ૮૦ ડી હેઠળ રૂા.૩૦,૦૦૦થી વધારી રૂા.પ૦,૦૦૦ કરેલ છે. કંપની માટે કોર્પેારેટ ટેકસ રપ ટકા કરેલ છે. સીનીયર સીટીઝન માટે હેલ્થ ટ્રીટમેન્ટની મર્યા રૂા.૬૦,૦૦૦થી વધારે ૧,૦૦,૦૦૦– કરેલ છે. કેપીટલ ગેઇન માટે કલમ પ૪ ઇસી હેઠળ રોકાણની મર્યાદા ત્રણ વર્ષથી વધારી પાંચ વર્ષ કરેલ છે. આવકવેરા હેઠળ એયુકેશન સેસ ૩ ટકા થી વધારી ૪ ટકા કરેલ છે. આવકવેરા હેઠળ ઇ એસેસમેન્ટ સ્કીમ ફરજીયાત કરેલ છે. પગારદારને મળતું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (રૂા.૧૯ર૦૦)તથા મેડીકલ એલાઉન્સ (રૂા.૧પ૦૦૦) રદ કરેલ છે. આમ જોતા વેપારેઓને કે મધ્યમ વર્ગને તથા પગારદારને જે રાહત આપવી જોઇએ તે આપેલ નથી. જે આશા ઉપર પાણી ફેરવેલ છે. ઓવર બજેટ નિરાશાજનક કહી શકાય

કિસાન અને ગ્રામિણ વિકાસલક્ષી બજેટ: સી.એ. ગિરીશ ભાગચંદાણી
રાજકોટ: આજના બજેટ અંગે પ્રતિભાવ આપતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગીરીશ ભાગચંદાણીએ કહ્યું હતું કે, આ બજેટ એકંદરે ખેતી, ખેડૂત અને ગ્રામીણ વિકાસલક્ષી બજેટ છે. તેમણે કહ્યું હતું કે, મધ્યમ વર્ગમાટે આ બજેટ નિરાશાજનક રહ્યું છે કેમ કે આવકવેરાના દરમાં તેમના માટે કોઇ ફેરફાર કરાયો નથી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે આ બજેટ સારૂ સાબીત થયું છે. સરકારે ૫૦ કરોડ લોકોને આરોગ્ય વિમા હેઠળ આવરી લીધા છે. આ બજેટ શેરબજાર માટે નિરાશાજનક સાબીત થઈ શકે છે કારણ કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાધો છે જે રોકાણકારો માટે નકારાત્મક અસરો ઉભી કરી શકે છે. સરકારે કિસાન વિકાસ યોજનામાં ખેડૂતો ઉપરાંત, પશુપાલકો અને મચ્છીપાલકોનો સમાવેશ કર્યેા છે જે ઘણો ફાયદાકારક રહેશે. એકંદરે આ બજેટને સમતોલ બજેટ કહી શકાય.

રાજકોટ: આજના બજેટ અંગે પ્રતિભાવ આપતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગીરીશ ભાગચંદાણીએ કહ્યું હતું કે, આ બજેટ એકંદરે ખેતી, ખેડૂત અને ગ્રામીણ વિકાસલક્ષી બજેટ છે. તેમણે કહ્યું હતું કે, મધ્યમ વર્ગમાટે આ બજેટ નિરાશાજનક રહ્યું છે કેમ કે આવકવેરાના દરમાં તેમના માટે કોઇ ફેરફાર કરાયો નથી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે આ બજેટ સા સાબીત થયું છે. સરકારે 50 કરોડ લોકોને આરોગ્ય વિમા હેઠળ આવરી લીધા છે. આ બજેટ શેરબજાર માટે નિરાશાજનક સાબીત થઈ શકે છે કારણ કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાદ્યો છે જે રોકાણકારો માટે નકારાત્મક અસરો ઉભી કરી શકે છે. સરકારે કિસાન વિકાસ યોજનામાં ખેડૂતો ઉપરાંત, પશુપાલકો અને મચ્છીપાલકોનો સમાવેશ કર્યો છે જે ઘણો ફાયદાકારક રહેશે. એકંદરે આ બજેટને સમતોલ બજેટ કહી શકાય.
નાણામંત્રીનાં સામાન્ય બજેટમાં આમ આદમીને કોઇપણ જાતનો ફાયદો નથી. સામાન્ય બજેટમાં સરકાર દ્વાર છેલ્લાં 3 વર્ષમાં શ કરાયેલ અલગ-અલગ યોજનામાં અમલ કરવા નાણા ફાળવવામાં આવ્યા તેઓએ એગ્રી એકસપોર્ટને પ્રોત્સાહિત આપવા માટે 4ર મેઘા ફૂડ પાર્ક બનાવવામાં આવશે. 11 લાખ કરોડ કૃષિઋણ આપવામાં આવશે, સૌભાગ્ય યોજના હેઠળ 4 કરોડ ઘરોમાં વિજળીકરણ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ પ1 લાખ નવાં મકાનો બાંધવામાં આવશે. નાણામંત્રીના આ સમાન્ય બજેટમાં સામાન્ય જનતાને કોઇ જાતનો ફાયદો નથી. છેલ્લા 3 વર્ષથી સામાન્ય માણસ પોતાની બચત શેરબજારમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતો થયો હતો અને એવી આશા સાથે કે લોંગ ટર્મ રોકાણ કરી ભવિષ્યનું પ્લાનીંગ કરી શકશે પણ મ્યુચ્યુઅલ ફંડમાં અને શેરબજારમાં લોંગ ટર્મ કેપીટલમાં ટેક્ષ નાંખી અને આંટીઘૂંટી વ્યાખ્યામાં આવરી લઇ લોકોને નિરાશ કયર્િ છે. એક બાજુથી દેશનાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ રાજયનાં ગર્વનરોના ભથ્થામાં વધારો કરવાની દરખાસ્ત મુકે છે અને સાંસદોને તેનાં ભથ્થામાં પ વર્ષના ઇન્કમ બેજ ઉપર વધારો કરવા માંગો છો ત્યારે સામાન્ય માણસની આવક ઉપર તરાપ મારી જે યોગ્ય નથી. * ઇન્કમટેક્ષના સ્લેબમાં કોઇ ફેરફાર નહીં ઇન્કમટેક્ષની લીમીટમાં કોઇ વધારો નહીં કોર્પોરેટ ટેકસમાં કોઇ બદલાવ નહીં તેથી દરેક ક્ષેત્રનાં લોકો નારાજ થયા છે. ફકત સ્ટાનર્ડ ડીડક્ષન 40 હજાર પિયાનો વધારો કરેલ છે તેમાં પણ ઘણી આંટીઘૂંટી છે. એકંદરે નાણામંત્રીએ કિસાન અને નીચલા વર્ગના લોકોને ઘ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરેલ છે.
શૈક્ષણિક ક્ષેત્ર માટે બજેટ ક્રાંતિકારી: ડો.જોશીપુરા
નર્સરીથી લઈ અને હાયર સેક્ધડરી સુધી એકત્રિત અને સંકલિત કરવા સંદર્ભેનો કેન્દ્રીય અંદાજપત્ર દ્વારા કરાયેલ નિર્ણય દેશ ના શૈક્ષણિક ક્ષેત્ર માટે ક્રાંતિકારી સાબિત થશે. કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિભાવ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરા એ જણાવ્યું છે. કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે બ યમ અભ્યાસક્રમમાં શક્ષયિંલફિયિંમ અભ્યાસક્રમ ઉપર વધુ બહાર આપવાની જાહેરાત પણ ખૂબ જ મહત્વ ની છે.
શીક્ષણ માં અંદાજપત્રિય ફાળવણી વધારવા ની સાથે સંશોધન માટે પ્રધાનમંત્રી સંશોધન સહાય યોજના ખાસ આવકારદાયક છે. સવિશેષ રીતે અસંગઠિત કામદાર ક્ષેત્ર માટે નું વીમા કવચ વિસ્તારવાની સાથે 50 કરોડ ની આબાદી માટે નિશુલ્ક આરોગ્ય સેવા મહત્વપૂર્ણ નિર્ણય છે.
આરોગ્ય ક્ષેત્રે મોટી સ્કીમ લાવી ગરીબ દર્દીઓને આશીવર્દિ સમાન બનશે ડો.જૈમન ઉપાઘ્યાય
મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ જણાવે છે કે, બજેટ દેશવાસીઓ માટે સુખાકારીનું રહેશે. આજ રીતે રેલવેના વિકાસ માટે પણ પુરતું બજેટ ફાળવવામાં આવેલ છે. ખાસ કરીને ગરીબ વર્ગના દર્દીઓ માટે આરોગ્યલક્ષી સેવા આદિજાતીના લોકોને વધુમાં વધુ રોજગારી મળે, અનુસુચિત જાતિના લોકોન વિકાસ અને શિક્ષણ માટે પુરતો પ્રયાસ કરેલ. તેમજ યુવાનોને નોકરી મળે તેને ઘ્યાન રાખવામાં આવેલ છે. ગરીબ દર્દીઓ માટે 600 કરોડની યોજના, 40 ટકા હેલ્થ પોલીસી, 10 કરોડ પરિવારો માટે ા.પ લાખનો પ્રતિ પરિવાર વિમા, ર4 સરકારી મેડિકલ કોલેજ ખુલશે, દર 3 સંસદીય મતક્ષેત્રમાં એક મેડિકલ કોલેજ ખુલશે, નવી મહિલા કર્મચારીઓ માટે પીએફ કાપ 8 ટકા, 18 આર્કિટેક કોલેજો ખુલશે, 1.પ લાખ સ્વાસ્થય કેન્દ્રો ખુલશે, બાળ આરોગ્ય સેવા માટે 1ર હજાર કરોડ જેવી જંગી ફાળવણી, ખેડૂતોને બખ્ખા ખરીદ પાકનું સમર્થન મુલ્યનું ઉત્પાદન ખર્ચથી દોઢ ગણુ ખેડૂતોને નવી ગ્રામીણ બજાર ઇ-નેમ બનાવવાનું તમામ પાક માટે ન્યનતમ સમર્થન મુલ્ય મળશે, ખેડૂતોને લોન આપવા માટે 11 હજાર કરોડનું ફંડ આમ દેશના નાણામંત્રી દ્વાર દેશનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ આપવામાં આવેલ છે જેને ખુબ જ આવકારવામાં આવેલ છે.
નાણાકીય ખાધ 3.3 સામાન્ય જનતા પર વ્યાજનો બોજો નહિવત: દક્ષેશ કોઠારી એમડી આશુતોષ ફાઈનાન્સિયલ સર્વિસ
નાણામંત્રી અણ જેટલી દ્વારા સરકારનું પૂર્ણ કદનું છેલ્લું બજેટ જાહેર કરવામાં આવેલું છે. જેમાં સરકાર દ્વારા મુખ્યત્વે રોજગારી, નાના મધ્યમ કદના ઉદ્યોગોનો વિકાસ સ્વાસ્થ્ય, શિક્ષણ પર વધારે ભાર મુકવામાં આવ્યો છે.
નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી જોગવાઈઓ જોઈએ તો ઈન્કમટેકસના સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી પરંતુ સરકાર પાસે એ પ્રકારની માહિતી ઉપલબ્ધ હતી કે, નોકરી કરતા કરદાતાઓ સરકારને પ્રમાણિક રીતે ટેકસ ભરે છે તેને લીધે તેમને રાહત આપવાના હેતુથી ા.50,000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડકશન આપવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે.
સિનિયર સિટિઝન માટે સ્વાસ્થ્યના ખર્ચ તથા બેન્કના વ્યાજ પર ટીડીએસની કપાત ન થાય તે માટેની રાહતકારક જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે. તથા એલટીસીની યોજનામાં સિનિયર માટે રોકાણની મયર્દિા સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે ા.5,00,000 લાખ સુધીનો મેડિકલેઈમ દરેક કુટુંબને આપશેતેવી જોગવાઈ કરેલ છે. રોજગારના ક્ષેત્રમાં સરકાર દ્વારા નોકરી કરતા અને નોકરિયાત બન્ને માટે પ્રોવિડન્ડ ફંડમાં બનેને લાભ થાય તે પ્રકારની જોગવાઈઓ કરેલી છે. માળખાગત સુવિધાઓ વધારવા માટે ખાસ કરીને રોડ-રસ્તાઓમાં વિકાસ માટે ભારતમાલા પ્રોજેકટને સારી રકમની ફાળવણી કરવામાં આવી છે. જેથી રોજગારી તથા માળખાગત સુવિધામાં વધારો થશે. તેવુ આસુતોષ ફાઈનાન્સિયલ સર્વિસના એમડી દક્ષેશ કોઠારીએ જણાવ્યું હતું.
ગ્રામીણ ભારતના વિકાસ માટેનું બજેટ અને ગરીબોની ચિંતા કરતું બજેટ: કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ
દેશના 10 કરોડથી વધારે ગરીબોને ા.પ લાખના વિમાની જોગવાઇ કરવામાં આવી અને આ માટે ા.1ર00 કરોડના ફંડની મહત્વની જોગવાઇ આજના બજેટમાં કરવામાં આવી દેશના 1.89 કરોડ નોકરીયાત વર્ગને ા.40000 સુધીની રાહત કોર્પોરેટ ટેકસ: અત્યાર સુધી પ0 કરોડ સુધીની મયર્દિાવાળા બિઝનેસમાં 30ને બદલે રપ ટકાની ટેકસની જોગવાઇ હતે તે વધારી રપ0 કરોડ સુધીના બિઝનેસમાં રપ ટકા કોર્પોરેટ ટેકસની જોગવાઇ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી. આ રીતે દેશના 96 ટકા બિઝનેસનો અમાં સમાવેશ થાય છે તેમજ રપ0 કરોડથી વધુ માટે 30 ટકા કોર્પોરેટ ટેકસની જોગવાઇ યથાવત.
દેશમાં તમામ ક્ષેત્રમાં વડાપ્રધાનના ડીજિટલ ઇન્ડિયાના સ્વપ્ને સાકાર કરવાના ભાગપે શિક્ષણ ક્ષેત્રે અભ્યાસમાં બ્લેક બોર્ડના સ્થાને ડિઝિટલ બોર્ડમાં અભ્યાસ કરાવવાની મહત્વની જોગવાઇ કરવામાં આવી
દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપ્ના વડોદરા ખાતે કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણય અંતર્ગત યુનિવર્સિટીને ફંડની જોગવાઇ કરવામાં આવી
દેશના ત્રણ સંસદીય લોકસભા ધરાવતા મતક્ષેત્રમાં એક મેડીકલ કોલેજ સ્થાપ્નાની અતિ મહત્વની જોગવાઇ આજના બજેટમાં કરવામાં આવેલ છે. જેના કારણે દેશમાં મેડીકલ એજ્યુકેશન ક્ષેત્રે વધુ સીટો પ્રાપ્ય બનશે
ભારતના વડાપ્રધાનના કાળા નાણા દુર કરવા માટે નોટબંધી જેવા અતી મહત્વના નિર્ણયને કારણે દેશમાં 19.રપ લાખ કરદાતાઓમાં વધારો થયેલ છે અને આના કારણે પ્રગતિશિલ રાષ્ટ્ર તરફ ભારત દેશ પ્રયાણ કરેલ છે. તેમજ ડાયરેકટ ટેકસ 90000 સુધી વધ્યાં (1ર.6 ટકાનો જંગી વધારો થયો)
એજ્યુકેશન સેઝ 3 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવ્યો (1 ટકાનો વધારો). જેના કારણે વધુ ગ્રાન્ટ પ્રાપ્ય બનશે તેમ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જણાવ્યું હતું.
અર્થતંત્રને વેગવંતે બનાવતું બજેટ: રાજીવ કોટક
બજેટ વિશે પ્રતિક્રિયા આપતાં રાજીવ કોટકે જણાવ્યું હતું કે, અર્થતંત્રને વેગવંતુ બનાવતી જોગવાઇ વધુ છે તો બીજી તરફ અત્યાર સુધી પ0 કરોડ સુઘીની મયર્દિાગવાળા બિઝનેસમાં 30ને બદલે રપ ટકાની ટેકસની જોગવાઇ હતી. જે વધારીને રપ0 કરોડ સુધીનાં બિઝનેસમાં રપ ટકા કોર્પોરેટ ટેકસની જોગવાઇ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી. આ રીતે દેશના 96 ટકા બિઝનેસનો આમાં સમાવેશ થાય છે તેમજ ર50 કરોડથી વધુ માટે 30 ટકા કોર્પોરેટ ટેકસની જોગવાઇ યથાવત છે. તેમ રાજીવ કોટકે જણાવ્યું છે.
બજેટથી દેશના અર્થતંત્રમાં ઉજળા દેખાવનો આશાવાદ વ્યકત કરતા ભંડેરી, ભારદ્વાજ, મિરાણી
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરણી, સહીતના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બજેટ આપવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણાપ્રધાન અણ જેટલીએ સંસદમાં રજુ કરેલ બજેટથી દેશના આ બજેટથી ચાલુ વર્ષે વિદેશી હંડિયામણ ભંડોળમાં મોટી વૃધ્ધિની શકયતા થવાની સંભાવના વ્યકત છે. સરકારના ખર્ચમાં મોટો વધારો થયો હોવા છતાં રાજકોષીય ખાદ્યનો લક્ષ્ણાંક ખૂબ જ પ્રોત્સાહક છે. સામાન્ય રીતે સરકારના જંગી વધારામાં રાજકોષીય શિસ્તના પગલાનો અભાવ હોય છે. પરંતુ આ બજેટમાં કાળજીપૂર્વકની યોજના અને નોટબંધી પછી બેન્ક ડિપોઝીટમાં વધારાથી સરકારની ટેકસની આવકમાં વધારાની ધારણાથી રાજકોષીય ખાદ્યનો લક્ષ્યાંક હાંસલ થવા અંગે આશા જન્મી છે.
શેરબજારમાં પણ હાલ રાહતપી તેજીનો તબકકો ચાલી રહ્યો છે ત્યારે આ તેજી ઇન્ફ્ર, ફાઇનાન્સીયલ, રિયલ એસ્ટેટ, ક્ધસ્ટ્રકશન અને ઓટો જેવા ક્ષેત્રોમાં લંબાઇ શકે છે, કારણ કે સરકારે ગ્રામીણ અને ઇન્ફ્રા ખર્ચ પર વિશેષ ભાર મુકયો છે જે એક પ્રશંસનીય પગલું ગણી શકાય. તેવું દેશભરમાં ર4 મેડીકલ કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે જેનાથી મેડીકલ ક્ષેત્રે પ્રગતિના દ્વાર ખુલશે તેમજ આ બજેટમાં ખાસ કરી યુવા, મહીલા, ખેડૂત, દલીત, શોષીત અને પીડીત વર્ગને વિવિધ લાભો આપી સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ખાસ કરી ગામડાઓમાં વિકાસ વૃઘ્ધિ થાય તે માટે ખેડૂતોના ખરીફ પાક પર પૂરતા પ્રમાણમાં વળતર આપવાનું આ બજેટમાં નકકી કરવામાં આવ્યું છે તેમજ પશુપાલકો અને કિશાનોને ક્રેડીટ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે તે ખુબજ આવકારદાયક છે તેમજ ગરીબ પરિવારને પાંચ લાખ સુધીનો વીમો આપવાનો નિર્ણય આ બજેટમાં કરવામાં આવેલ છે.
એફોર્ડેબલ હાઉસીંગને ઇન્ફ્રાસ્ટ્રકચરના દરજજા ઉપરાંત ગેઇન્સ ટેકસ માટેના હોલ્ડીંગ સમયમાં ઘટાડા સહિતનાં વિવિધ પગલાંના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ ઉત્સાહજનક વાતાવરણ સર્જાયું છે. રિયલ એસ્ટેટને ધમધમતું કરીને સરકાર તેને સંલગ્ન 300 જેટલા ઉદ્યોગોને વેગ આપી શકે અને રોજગારીના મામલે પણ સ્થિતિમાં સુધારો થશે જે આગામી વર્ષોમાં દેશને દ્વિઅંકી વૃઘ્ધિદર પ્રાપ્ત કરવામાં સહાય કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજનામં ફાળણી વધારવામાં આવી છે તે દશર્વિે છે સરકાર હાઉસિંગ ફોર ઓલના સ્વપ્નને સાકાર કરવા માગે છે. એફોર્ડેબલ હાઉસીંગને ઇન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો મળવાથી ધિરાણખર્ચ ઘટશે ઉપરાંત ડેવલપરો માટે ધિરાણના અન્ય માર્ગો પણ ખુલશે.
અંતમાં ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ તથા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે આ બજેટામાં ખાસ કરી શિક્ષણ અને આરોગ્ય ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં દોઢ લાખથી વધુ સ્વાસ્થય કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે અને બાળ આરોગ્ય કેન્દ્ર પર વિશેષ ધ્યાન આપી ા.1ર00 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. આમ આ બજેટ પ્રથમ દ્રષ્ટિએ આવકારદાયક ગણાયું છે.

print

Comments

comments

VOTING POLL