બનાસકાંઠામાં રૂ. ૧૮ લાખની લૂંટના કેસમાં એક શખ્સને પકડી પડાયો

May 26, 2018 at 10:05 am


બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકાના ભાખરી ગામના પાટિયા પાસે દૂધની ડેરીના પગારના નાણાં લઇ જતાં કર્મચારીને હથિયાર બતાવીને ભયભીત કરવામાં આવ્યા બાદ ૧૮ લાખની લૂંટ કરી ટોળકી હાલમાં જ ફરાર થઇ ગઇ હતી. આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરતા આજે એક આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. તેની પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં જુદા જુદા દરની ૭૨૫૬૦૦ રૂપિયાની રોકડ રકમ, લૂંટની રકમમાંથી ખરીદવામાં આવેલો મોબાઇલ ફોન, મોટરસાયકલ મળીને કુલ ૭૭૫૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા શખ્સની પુછપરછ કરવામાં આવતા આ શખ્સે કહ્યું હતું કે, હથિયાર બતાવીને લૂંટ કરવાના મામલામાં તેની સાથે અન્ય શખ્સો પણ છે જેમાં દિનેશગીરી પોપટગીરી ગોસ્વામી, અરવિંદસિંહ શેતાનસિંહ અને અન્ય બેનો સમાવેશ થાય છે જે અંગે હજુ માહિતી મળી નથી. પાંચથી વધુ લોકોની ટોળકીએ આ ગુનાને અંજામ આપ્યો હોવાની માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના ધનાલી ગામના જગદીશભાઈ હેમરાજભાઈ મોરીયાગામની દુધ ડેરીના કર્મચારીઓનો પગાર કરવા ધનાલી ગામની મધ્યસ્થ બેંકમાં પૈસા લેવા ગયા હતા અને બેંકમાંથી ૧૮ લાખ રૂપિયા લઈ પરત આવી રહ્યા હતા. રસ્તામાં ભાખરી ગામ પાટીયા નજીક કારમાં આવેલ ચાર શખ્સોએ જગદીશભાઈને રોકી આરોપીઓએ તેમની પાસે રહેલી હથિયારથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરીને જગદીશભાઈને ભયભીત કરી દીધા હતા. જગદીશભાઈ હુમલો કરીને ૧૮ લાખ રૂપિયાની લૂંટ કરીને આ ટોળકી ફરાર થઇ ગઈ હતી.

લૂંટની ઘટના બન્યા બાદ આ સંદર્ભમાં ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે આ મામલામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળ્યા પછી જાળ બિછાવવામાં આવી હતી. જેના ભાગરુપે ૧૮ લાખની લૂંટ કરવાના ગુન્હામાં સંડોવાયેલા ઈસમો અમદાવાદ પહોંચ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે એક આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી નરેશભારથી ગણપતભારથી ગોસ્વામી પાસેથી જુદ્દા જુદ્દા દરની રોકડ રકમ ૭,૨૫,૬૦૦ તથા લૂંટની રકમમાંથી ખરીદેલો મોબાઈલ ફોન અને મોટર સાયકલ પણ આરોપી પાસેથી જપ્ત કરી લેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL