બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળે દોઢથી સવા બે ઇંચ વરસાદઃ રાજ્યમાં અન્યત્ર ઝાપટાં

August 29, 2018 at 11:24 am


બનાસકાંઠા જિલ્લામાં ખેડબ્રûા, દાતા, ઈડર, વડાલી, કોશીના, વિજયનગર, અમીરગઢ સહિતના વિસ્તારોમાં દોઢથી સવા બે ઇંચ વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ ખેડબ્રûામાં 59 અને દાતામાં 55 મીમી નાેંધાયો છે. આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 17 જિલ્લાના 45 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી 2 ઇંચ વરસાદ નાેંધાયો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 1.5થી 4.5 કિલોમીટરની ઉંચાઈ પર અપર એરસાયકલોનિક સરકયુલેશન છવાયું છે અને તેના કારણે આજે વલસાડ, નવસારી, દાહોદ, છોટા ઉદેપુર અને મહિસાગર જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી ચાર દિવસ માટે છૂટાછવાયા ઝાપટાંઆે ચાલુ રહેશે.

ગુજરાતમાં વરસાદનું જોર નબળું પડયું છે પરંતુ આગામી તા.1 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સજાર્શે અને તેના કારણે મોન્સૂન સીસ્ટમ ફરી આગળ વધે અને દેશના અમુક ભાગોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL