બરડાસાગર ડેમમાંથી પાણીનો વેડફાટ થતા ખેડૂતોમાં રોષ

September 1, 2018 at 1:52 pm


બરડાસાગર ડેમમાંથી ઘણાં સમયથી પાણીનો વેડફાટ થઈ રહ્યાે છે છતાં અધિકારીઆે બેદરકાર રહેતા પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ જવાબદાર અધિકારીઆેને સ્થળ ઉપર બોલાવી ચિત્ર સ્પષ્ટ કર્યું હતું.
બરડાસાગર ડેમમાંથી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે જેમાં 10 થી 12 ગામના ખેડૂતો આ સિંચાઈનો લાભ લે છે જેમાં રીણાવાડા, કાંટેલા, શ્રીનગર, બરડીયા, રાતડી, પાલખડા, કેશવ, મોઢવાડા, કિંદરખેડા, દેગામ, ભારવાડા, સીમાણી વગેરે ગામના ખેડૂતો આ કેન્ાાલ મારફત વરસાદ ખેંચાય ત્યારે અને શિયાળુ પાકમાં પણ આ પાણીનો સિંચાઈ કરી પાકને બચાવે છે. પરંતુ અમુક અસામાજીક તત્વો અવારનવાર આ ડેમનો વાલ્વ ખોલી નાખી અને ડેમ ઉપરના ચોકીદારને પણ ધમકાવી વાલ્વ ખોલી નાખતા પાણીનો વેડફાટ થાય છે. આ વર્ષે વાવણીલાયક જોરદાર વરસાદ થતા પોરબંદર તાલુકાના ચેકડેમો, તળાવો, નદી-નાળા છલકાઈ ગયા હતા. ઉપરાંત બરડાસાગર ડેમમાં પણ પુષ્કળ પાણીની આવક થયેલ ત્યારે ખેડૂતોની જીવાદોરી સમાન આ ડેમમાંથી નીકળતી કેનાલો સિંચાઈ મારફત ખેડૂતોને લાખોની ઉપજ આપે છે. ત્યારે આ ડેમ ઉપર કાયમી ચોકીદાર રાખવો તેમજ અધિકારીઆે પણ આ ડેમ ઉપર પૂરતું ધ્યાન આપે અને પાણીનો વેડફાટ થતો અટકાવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ છે.

print

Comments

comments

VOTING POLL