બરડા વિસ્તારની ૯ સરકારી શાળાઓ બધં થતા સરકારને રજુઆત

February 3, 2018 at 1:15 pm


પોરબંદરના બરડા વિસ્તારમાં ૯ શાળાઓ બધં કરવામાં આવતા, ૬ મહિના પછી એન.એસ.યુ.આઈ. એ આવેદન પાઠવ્યું છે.
પોરબંદર એન.એસ.યુ.આઈ. ના જિલ્લા પ્રમુખ કિશન રાઠોડના નેતૃત્વમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકામાં બરડા વિસ્તારમાં ફોરેસ્ટ એરીયામાં જુદી–જુદી પ્રાથમિક શાળાઓ આવેલ છે. તા. ૧૩૭૧૭ ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મારફત જિલ્લાની કુલ ૯ શાળાઓ વિધાર્થીઓની સંખ્યા ૧૦ કરતા ઓછી હોવાને કારણે બધં કરેલ છે. જેમાં બરડા વિસ્તારની સાતવીરડા નેશ, અજમાપાટ નેશ અને બોરીયાવાળા નેશનો સમાવેશ કરેલ હતો. તા. ૧૩૭ ના રોજ શાળા બધં કરતા પત્રમાં શાળા બધં કરી આ વિધાર્થીઓને ટ્રાન્સ્પોર્ટેશનનો લાભ આપવાનું જણાવવામાં આવેલ હતું. બરડા વિસ્તાર આ ત્રણ શાળાઓના વાલીઓએ તા. ૧૨૯૧૭ ના રોજ શાળાઓ ફરી શરૂ કરવા પોરબંદરમાંથી શરૂ કરીને રાયસરકાર શિક્ષણ વિભાગને જાણ કરેલ છે. રજુઆતમાં જણાવ્યું છે કે, આ શાળાઓ ખોટી રીતે બધં કરેલ છે કેમ કે શાળાઓમાં જે–તે સમયે અને હાલ પણ ૧૦ કરતા કે તેથી વધુ વિધાર્થીઓની સંખ્યા છે. તેમજ ભૌગોલીક વિસ્તાર પણ જુદો હોય, બાળકો અન્ય શાળામાં જઈ શકતા નથી. તેથી આ શાળાઓ બધં ન કરવી જોઈએ તેમજ અન્ય શાળા સાથે સરખામણી પણ ન કરવી જોઈએ કેમ કે અહીં પરિસ્થિતી જુદી છે.
સર્વ શિક્ષા અભિયાન મોશન મારફત આ શાળાના બાળકોને વાહનની સુવિધા આપવાની થાય છે જે ૬ માસ પૂરો થયા છતાં કાંઈ થયું નથી. જો ટ્રાન્સપોર્ટેશન ન આપી શકાય તો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવા બાળકોને સ્પેશ્યલ ટ્રેનીંગ પ્રોગ્રામમાં સમાવેશ કરી શિક્ષણ આપવું જોઈએ. શાળાના બહારના બાળકોનો સમાવેશ કરવામાં આવે તો આ બાળકોને શિક્ષણ મળી શકે તેમ છે. આ તમામ કામગીરી રાણાવાવના બી.આર.સી. એ કરવાની થતી હોય છે પણ તેમણે કામગીરી કરેલ નથી.
હદ તો ત્યારે થાય કે આ બાળકોની સત્રાંત પરીક્ષા પણ લેવાઈ નથી. ટુંક સમયમાં વાર્ષિક પરીક્ષા પણ આવી જશે અને વર્ષ પૂરૂં થઈ જશે. છતાં કઈં ન કરી શકાય ? રાય સરકાર મોટી મોટી વાતો જ કરે છે. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ પૂરૂં પાડવું એ સરકારની જવાબદારી છે. આ માટે જે કોઈપણ જવાબદાર હોય તેમની સામે પગલા લેવા જોઈએ અને બાળકોને શિક્ષણ આપવું જોઈએ, જો યોગ્ય કરવામાં નહીં આવે તો વાલીઓને સાથે રાખી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ. ના દર્શન જોષી, અલ્તાફ હાથલીયા, પ્રકાશ જાડેજા, જયમીત જોષી, મીલન ભટ્ટ, ભાવિક ભટ્ટ, જયદીપ રાડા, રાજ કારાવદરા, સંદિપ કાથડ, ધ્રુવ જોષી, વિશાલ મોઢવાડીયા, મયુર પંડા, અજય ઓડેદરા, પ્રથમ અટારા વગેરેએ ચીમકી ઉચ્ચારી છે

print

Comments

comments

VOTING POLL