બરફમાં ફસાયેલ કુલ 150 પ્રવાસીઆેને બચાવી લેવાયા

January 10, 2019 at 8:21 pm


સિક્કિમમાં સેનાએ દિલધડક આેપરેશન પાર પાડીને બરફમાં ફસાઇ ગયેલા 150થી વધારે વિદેશી પ્રવાસીઆેને બચાવી લીધા છે. આ પ્રવાસી ભારે હિમવષાૅ બાદ રસ્તાે બંધ થઇ જવાના કારણે ફસાઇ ગયા હતા. હવે તેમને બચાવી લેવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા જ સેનાએ આવા જ એક મોટા આેપરેશનને પણ અંજામ આÃયુ હતુ. આ આેપરેશનના ભાગરૂપે સેનાના જવાનાેએ ગંગટોક અને નાથુલાના રસ્તા પર ફસાયેલા ત્રણ હજાર લોકોને બચાવી લીધા હતા. આ ગાળા દરમિયાન પ્રવાસીઆેને રાહત આપવા માટે જવાનાેએ તેમના બેરક ખાલી કરી આÃયા હતા. હવે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જાન જોખમમાં મુકીને સેનાના જવાનાેએ આ આેપરેશન પાર પાડâા હતા. વરિષ્ઠ અધિકારીઆેએ માહિતી આપતા કહ્યાુ છે કે બુધવારે ત્રિશક્તિ કોÃસૅના જવાનાેએ પ્રવાસીઆેના વાહનાે શુન્યથી નીચે તાપમાનમાં ફસાયા હોવાની બાતમી મળ્યા બાદ આેપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આશરે ચાર કલાક સુધી સેનાના જવાનાેએ જીવ જોખમમાં મુકીને આ આેપરેશન હાથ ધર્યુ હતુ. તમામને બચાવી લેવામાં આવ્યા છે. સેનાના જવાનાે તમામ પ્રકારની મદદ હાલમાં કરી રહ્યાા છે. સેનાના જવાનાેની કામગીરીને જોઇને પ્રવાસીઆે પણ ભારે પ્રભાવિત થયા હતા. તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. બચાવી લેવામાં આવેલા પ્રવાસીઆેને ગંગટોક લઇ જવાયા છે. તેમને તેમના નિર્ધારિત સ્થળ પર પહાેંચાડી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૈનિકોએ મહિલા ટ્યુરિસ્ટોના હાથમાં ફ્રેક્ચર થવાની સ્થિતિમાં તેમને સારવાર આપી છે. જ્યારે કેટલાક પ્રવાસીઆેને મેડિકલ સારવાર પણ આપી છે. થાક અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા પણ કેટલાક પ્રવાસીઆેને થઇ હતી. સેનાના આ આેપરેશનથી પ્રવાસી ખુબ પ્રભાવિત થયા હતા.

print

Comments

comments

VOTING POLL