બર્ડ ફલુનો ભય ઃ કેશીયા ગામની આસપાસના દસ કીમીના વિસ્તારમાં સઘન તપાસ

January 11, 2017 at 2:20 pm


જોડીયા તાલુકાના કેશીયા ગામમાં બે દિવસ પહેલા બર્ડ ફલુની શંકાને આધારે 41 પક્ષીઆેના કમકમાટીભર્યા મોત થયા બાદ પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટની ટીમોએ કેશીયામાં ધામા નાખ્યા છે, ગઇકાલે આખો દિવસ કેશીયાની આજુબાજુના દસ કીમીના ગામડાઆે ભાદરા, માજોઠ, બાલંભા, બાદનપર સહિતના ગામોમા ઠેર ઠેર કોઇપણ પક્ષી મૃત્યુ પામ્યુ છે તે અંગે સઘન તપાસ કરી હતી, એવુ કોઇ પક્ષી મળ્યુ ન હતું, તળાવની આસપાસના એક કીમી વિસ્તારમાં બર્ડ ફલુ વિરોધી દવાનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે અને તળાવનુ પાણી ન પીવા લોકોને સુચના આપી દેવામા આવી છે એવા અરસામા બર્ડ ફલુનો રોગ આવશે તો શું થશે તેવી શંકાથી લોકો ધ્રુજી ગયા છે ત્éારે ભોપાલ મોકલેલા સાત પક્ષીઆેનો લેબોરેટરીનો રીપોર્ટ શનિવાર સુધીમા આવી જશે તેમ જીલ્લા પંચાયતના પશુપાલન અધિકારી ભગીરથ પટેલે આજકાલ સાથેની વાતચિતમાં જણાવ્યુ હતું.
તેમણે કહયુ હતુ કે પશુપાલન, આરોગ્ય અને ફોરેસ્ટની ટીમ ખડે પગે છે ત્éારે અમોએ ગઇકાલે ભાદરા, માજોઠ, બાલંબા સહિતના ગામોમાં અને જંગલ વિસ્તારમાં કોઇ પક્ષીઆેનુ મૃત્éુ થયુ છે કે કેમ તેમ અંગે સઘન તપાસ કરી છે ત્éારે તેવો કોઇ બનાવ બન્éાે ન હોવાનુ જાણવા મળેલ છે. એટલુ જ નહી તળાવની પાળ વિસ્તારમાં એક કીમીમાં બર્ડ ફલુ વિરોધી જંતુનાશક દવાનો છંટકાવ કરીને આ કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે, ગામમાં ઢોલ પીટાવીને લોકોને જાગૃત કરી દેવામાં આવ્યા છે અને કોઇ પક્ષીનો મૃતદેહ મળે તો તાત્કાલીક પશુપાલન વિભાગને જાણ કરવામાં આવે તેમ કહયુ છે.
ખીજડીયા અને કેશીયા વિસ્તારમાં વિદેશના પક્ષીઆે આવ્યા હોવાની માહતી મળી છે ત્éારે જીલ્લાનું તંત્ર સચેત બની ગયુ છે. ટપોટપ 41 પક્ષીઆેના મૃતદેહ મળી આવ્યા બાદ અન્é કોઇ મૃતદેહ મળી આવ્યો નથી, ટીટોડી, ટીલવાળી નાની બતક, કબુતર, ગડેરો સહિતના પક્ષીઆે હોવાનુ પણ તપાસમાં ખુલ્યુ છે અને તમામ ઉચ્ચ અધિકારીઆેએ કેશીયાની મુલાકાત લીધી છે, પક્ષીઆેના ચરકના નમુના પણ લેબમાં મોકલી દેવામા આવ્યા છે, કોલ્ડચેનમાં પેક કરીને સાત પક્ષીઆેના મૃતદેહને ભોપાલ મોકલાયા છે તેનો રીપોર્ટ શુક્રવારે અથવા શનિવારે સાંજે આવવાની ધારણા છે, આજુબાજુના ગામોનો સર્વે કરાઇ રહયો છે જો બર્ડ ફલુ નીકળે તો કયા પગલા લેવામાં આવે તે અંગે પણ તૈયારી અત્યારથી જ કરી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL