બળાત્કારની ઘટનામાં રાજનીતિ યોગ્ય નથી: નરેન્દ્ર મોદી

April 19, 2018 at 11:24 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરના મંચ પરથી પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કયર્.િ 2016ની સાલમાં એલઓસી પર અંજામ આપવા માટે કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત આતંકવાદની નિકાસ કરનારાઓને સહન કરશે નહીં અને તેનો આકરો જવાબ આપશે. ભારત કી બાત, સબ કે સાથ કાર્યક્રમ દરમ્યાન મોદીએ કહ્યું કે જ્યારે કોઇએ આતકની નિકાસની ફેકટરી નાંખી દીધી હોય અને આપણી પર પાછળ હુમલાની કોશિષ કરે છે તો મોદી એ ભાષામાં જવાબ આપવાનું જાણે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશમાં બળાત્કારની બની રહેલી ઘટના અંગે કહ્યું હતું કે બાળકીઓ પર બળાત્કાર થાય છે તે પીડાદાયક હોય છે, તેને કઈ રીતે સાંખી લેવાય. પરંતુ આ મુદ્દે રાજકીય ઢોળ ચઢાવવો એ અયોગ્ય છે.
મોદીએ કહ્યું કે બળાત્કાર એ બળાત્કાર છે. તેને કઈ રીતે સાંખી લઈએ. કોઈપણ સંજોગોમાં તે સાંખી ન શકાય. પરંતુ આ મુદ્દે રાજનતિ ન થવી જોઈએ. આ સરકારમાં આટલા બળાત્કાર થયા તેવું પણ ન કહેવું જોઈએ.
મયુરેશ ભુજાની નામના એક દર્શકે પીએમને પ્રશ્ન કર્યો હતો કે સર્જીકલ સ્ટ્રાઇક કરતાં સમયે તમારી અંદર કેવી ભાવનાઓ ચાલી રહી હતી? તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતે હજારો વર્ષોના પોતાના ઇતિહાસમાં કયારેય બીજાની જમીન ઝડપી લેવાની કોશિષ કરી નથી. પહેલાં અને બીજા વિશ્વયુદ્ધમાં અમે એક ઇંચ પણ જમીન લીધી નહોતી પરંતુ આપણા દોઢ લાખ સિપાઇઓએ બલિદાન આપ્યું હતું. આજે પણ યુએનને પીસકીપિંગ ફોર્સમાં સૌથી વધુ યોગદાન આપ્નાર દેશોમાં હિન્દુસ્તાનનું નામ લેવાય છે. ભારતનું ચરિત્ર અજેય રહેવાનું છે, વિજયી રહેવાનું છે પરંતુ કોઇના હકનું છીનવવું ભારતનું ચરિત્ર નથી. ભગવાન રામ અને લક્ષ્મણની લંકા છોડતા સમયે જે સંવાદ હતો તે સમયે પણ આ દેખાયું. જ્યારે કોઇ ટેરિઝમને એક્સપોર્ટ કરવામાં લાગેલું હોય, તાકત ન હોય અને પીઠ પાછળ વાર કરવાનો પ્રયાસ કરતાં હોય તો આ મોદી છેએ ભાષામાં જવાબ આપવાનું જાણે છે.
પીએમે ઉડી આતંકી હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આપણા જવાન ટેન્ટમાં રાત્રે સૂતા હતા..કેટલાંક બુજદિલ આવીને મોતને ઘાટ ઉતારી દેતો શું હું ચૂપ રહુંઆથી સર્જીકલ સ્ટ્રાઇક કરાઇ. મને મારી સેના પર, જવાનો પર ગર્વ છે કે જે યોજના બનાવી હતી તે સો ટકા ઇમ્પ્લિમેંટ કરી અને સૂર્યોદય થતા પહેલાં પાછા આવી ગયા.
પીએમએ કહ્યું કે સર્જીકલ સ્ટ્રાઇક બાદ દેશવાસીઓને આ માહિતી આપતા પહેલાં પાકિસ્તાને કહેવામાં આવ્યું. તેમણે કહ્યું કે મેં જ ઓફિસરોને કહ્યું કે મીડિયાને ખબર પડે તે પહેલાં જ તમે પાકિસ્તાની સૈનિકોને બતાવી દો કે આપણે શું કર્યું છે, ત્યાં લાશો પડી હશેહટાવી લો. પરંતુ પાકિસ્તાનના ઓફિસર ફોન પર આવવાથી ડરતા રહ્યાં. આખરે 12 વાગ્યે તેઓ ફોન પર આવ્યા. પાકિસ્તાની સેનાને બતાવ્યા બાદ અમે હિન્દુસ્તાનના લોકોને કહ્યું. ટેરરિઝમ એક્સપોર્ટ કરનારાઓ માટે આ સંદેશ છે કે હિન્દુસ્તાન બદલાઇ ગયું છે.
ત્યારબાદ પીએમને પ્રશ્ન કરાયો કે કેટલાંક લોકો સર્જિકલ સ્ટ્રાઇક પર પ્રશ્નો ઉઠાવે છે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે હું એટલું જ કહીશ કે ઇશ્વર તેમને સદબુદ્ધિ આપે.

print

Comments

comments

VOTING POLL