બહુચર્ચિત આરુષિ-હેમરાજ હત્યા કેસનો આજે ચુકાદો

October 12, 2017 at 10:44 am


દિલ્હીના નોઈડાના બહચર્ચિત આષિ-હેમરાજ હત્યાકાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપી શકે છે. ન્યાયમૂર્તિ બી.કે.નારાયણ અને ન્યાયમૂર્તિ અરવિંદકુમાર મિશ્રાની ખંડપીઠ બપોરે 2 વાગ્યા બાદ આ કેસનો ચુકાદો આપે તેવી પૂરી સંભાવના છે.

આ મામલામાં આરોપીદંપતી ડો.રાજેશ તલવાર અને નુપુર તલવારે સીબીઆઈ કોર્ટે ગાજિયાબાદ તરફથી આજીવન કેદની સજા વિદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. બન્ને પક્ષોની લાંબી ચચર્િ બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે આજે કોર્ટ પોતાનો ચુકાદો આપશે. ઉલ્લેખનીય છે કે ડો.તલવારની સગીર પુત્રી આરુષિની હત્યા 15-16 મે 2008ની રાત્રે નોઈડાના સેક્ટર-25માં આવેલા ઘરમાં જ કરી નાખવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘરની છત ઉપર તેના ઘરના નોકર હેમરાજની લાશ પણ મળી આવી હતી. સીબીઆઈએ પૂરાવા ન મળવાને કારણે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો પરંતુ સીબીઆઈ કોર્ટે તેના પર ધડો લેતાં તલવાર દંપતિ વિદ્ધ કેસ ચલાવ્યો અને તેમને હત્યાના દોષિત ઠેરવતાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી જેને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.

ગાજિયાબાદ સ્થિત વિશેષ સીબીઆઈ અદાલતે 26 નવેમ્બર-2013ના રાજેશ અને નુપુરને ઉમરકેદની સજા સંભળાવી હતી. આના એક દિવસ પહેલાં તેમને દોષિત ઠેરવાયા હતા. આરુષિ તેમની પુત્રી હતી. રાજેશ અને નુપુર અત્યારે ગાજિયાબાદની ડાસના જેલમાં સજા કાપી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL