બહોત હો ગયા યાર…

January 12, 2017 at 6:18 pm


સ્લીપ ઓફ ટંગ એટલે કે જીભ લપસી જવી અને બોલવા કંઈક જતા હોઈએ અને બોલાઈ જાય કંઈક બીજું જ તેને સ્લીપ ઓફ ટંગ કહેવામાં આવે છે. જનરલી આ પ્રક્રિયાને આપણે ટેકનોલોજીકલી જોઈએ તો બે વાહનો સામસામે હળવેથી અથડાઈ જાય તો તેને અકસ્માત કહેવાય છે અને બેકાબુ બનેલા શબ્દો દિમાગને ઓવરટેઈક કરીને જીભમાંથી સરી પડે તો તેને પણ અકસ્માત જ કહેવાય છે. આવી ભૂલો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અલગ-અલગ ક્ષેત્રના માંધાતાઓ દ્વારા ભૂતકાળમાં થઈ છે અને કેટલીક આવી ભૂલો તો સોશ્યલ મીડિયા પર યંગ જનરેશને વાઈરલ કરી છે અને તેમાંથી મનોરંજન પણ મેળવવામાં આવે છે.

આવી જ એક ભૂલ ભાજપ્ના સિનિયર નેતા અને નાણાં નિગમના ચેરમેન ધનસુખ ભંડેરીએ પણ કરી હતી. સોનિયા ગાંધી વિશે એમણે ખરાબ કોમેન્ટ કરી છે તેમ કહીને કોંગ્રેસના મિત્રો દ્વારા જબ આંદોલન ચલાવવામાં આવ્યું ત્યારે બુધ્ધિજીવી નાગરિકો અને શહેરીજનોએ માથું ખંજવાળીને આશ્ર્ચર્ય સાથે કોંગ્રેસની આ ધમાલને જોઈ અને માણી હતી. બુધ્ધિજીવી સિટીઝન એવી દલીલ કરી રહ્યા છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. ઘણાબધા મહાનુભાવોની જીભો જેમ લપસી ગઈ હતી તેવી રીતે ધનસુખભાઈની પણ લપસી ગઈ તો આટલો બધો પ્રચંડ દેકારો અને આટલા ઝનૂની દેખાવો શા માટે?

નો ડાઉટ ધનસુખ ભંડેરી એક ઠરેલ બુધ્ધિના, મેચ્યોર તેમજ અનુભવી રાજકારણી રહ્યા છે અને અનેક હોદ્દાઓ પર એમણે સેવાઓ આપી છે. આજ સુધી એમનું નામ કયારેય કોઈ વિવાદમાં સપડાયું નથી. તેઓ હંમેશા મિત્તભાષી રહ્યા છે અને એમના હાઉભાવ અને સ્વભાવ પર કયારેય કોઈ આક્રમકતા દેખાઈ નથી. બેઝીકલી ધનસુખભાઈ ટીચર હતા અને આજે પણ છે જ કારણ કે, સૈનિકની જેમ ટીચર પણ હંમેશા ટીચર જ રહે છે પછી તે સેવામાં હોય કે નિવૃત્ત હોય. કહેવાનો મતલબ એ છે કે, ધનસુખભાઈએ ઈરાદાપૂર્વક આ વાત કરી નથી તે સરળતાથી સમજી શકાય તેવી વાત છે. કોંગ્રેસના મિત્રોએ ભૂતકાળના આવા બનાવોને ધ્યાનમાં રાખીને લેઈટ-ગો કરવાની સ્પિરીટ રાખવાની જર હતી પરંતુ ગમે તેમ હોય એમ થયું નથી અને ભારે આકરાં દેખાવો અને પ્રતિભાવો આપવામાં આવ્યા છે. નો ડાઉટ કોઈપણ સ્ત્રી વિશે કોઈપણ ઘસાતા સંવાદ બોલાય તો તેનો વિરોધ થવો જોઈએ તેમાં બેમત નથી. પરંતુ અકસ્માતને હંમેશા અકસ્માતની જેમ લેવાની ખેલદિલી પણ રાજકારણમાં એટલી જ જરી છે જેટલી બીજી ક્ષેત્રમાં જરી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભૂતકાળમાં કેટલીક મહત્વની બાબતોમાં સ્લીપ ઓફ ટંગનો શિકાર બન્યા હતા. જો કે પાછળથી તેમણે સુધારી લીધું હતું. ધનસુખભાઈએ પણ સત્તાવાર રીતે માફી માગી લીધી હતી. માફી માગ્યા બાદ પણ આકરો પ્રતિભાવ અને દેખાવો ચાલુ રહ્યા તે જરા વધારે પડતું હતું તેવી બુધ્ધિજીવીઓની દલીલને આપણે નિરાધાર ગણશું નહીં અને સાથોસાથ એવી અપેક્ષા પણ રાખશું કે ભવિષ્યમાં પોલિટિકલ ખેલાડીઓ થોડી વધુ ખેલદિલી રાખે તો રમતમાં વધુ મજા આવશે.

print

Comments

comments

VOTING POLL