બાંગ્લાદેશના ઘુસણખોરોને બહાર કરાશે : અમિત શાહ

September 11, 2018 at 7:55 pm


બાંગ્લાદેશી ઘુસણખોરોના મુદ્દા પર ભાજપે ફરીએકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. પાટીૅ પ્રમુખ અમિત શાહે આજે કહ્યું હતું કે, આવા ઘુસણખોરોને દેશની બહાર કરવામાં આવશે. કોઇને પણ છોડવામાં આવશે નહીં. પાટીૅ કાર્યકરોના શક્તિ કેન્દ્રને સંબાેધન કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપનાે સંકલ્પ છે કે, એકપણ બાંગ્લાદેશી ઘુસણખોરને દેશમાં રહેવા દેવામાં આવશે નહીં. આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રાર (એનઆરસી) ડ્રાફ્ટનાે ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આને લઇને ઘણા રાજકીય પક્ષો હોબાળો મચાવી રહ્યાા છે પરંતુ ભાજપ સરકાર બાંગ્લાદેશી ઘુસણખોરોને બહાર કરવા માટે કટિબદ્ધ છે. શાહે કહ્યું હતું કે, વોટબેંકની ચિંતા કરનાર લોકો માનવ અધિકારની વાત કરે છે પરંતુ તેમને આ દેશના ગરીબ લોકોની ચિંતા નથી.
પાકિસ્તાની વિસ્થાપિત હિન્દુઆેના મુદ્દા ઉપર શાહે કહ્યું હતું કે, અમે સિટિઝન સુધારા બિલ લઇને આવ્યા છે જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, અફગાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા શીખ, બાૈદ્ધ, હિન્દુ અને જૈન ઘુસણખોરો નહીં બલ્કે આ લોકો શરણાથીૅઆે છે. તેમને નાગરિકતા આપવામાં આવશે. આ રેલી પહેલા અમિત શાહે શહેરના મોટીડુંગરી ગણેશ મંદિર જઇને દર્શન કર્યા હતા. અમિત શાહ એક દિવસના કાર્યક્રમના ભાગરુપે રાજસ્થાન પહાેંચ્યા હતા. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષમાં જ યોજાનાર છે. આ રેલી ઉપરાંત જુદા જુદા કાર્યક્રમોમાં અમિત શાહ પહાેંચ્યા હતા. અન્ય બેઠકોમાં પણ ઉપસ્થિત રહ્યાા હતા. અમિત શાહ અહીં એરપાેર્ટ પર પહાેંચ્યા બાદ તરત જ મંદિર પહાેંચ્યા હતા. તેમની સાથે રાજ્ય ભાજપના અધ્યક્ષ મદનલાલ સૈની, જયપુરના સાંસદ રામચરણ બાેહરા, સામાજિક ન્યાયમંત્રી અરુણ ચતુવેૅદી અને આરોગ્યમંત્રી કાલીચરણ સરાફા પણ ઉપસ્થિત રહ્યાા હતા. અમિત શાહે દાવો કયોૅ હતાે કે, રાજસ્થાનમાં પાટીૅ સત્તા ટકાવી રાખવામાં સફળ રહેશે. વિપક્ષ પાસે કોઇ નેતા નથી. તેમની કોઇ રણનીતિ પણ નથી.

print

Comments

comments

VOTING POLL