પ્રથમ દિવસની રમત પૂર્ણ: ભારતનો સ્કોર 356-3, વિરાટની 16મી સદી

February 9, 2017 at 2:58 pm


હૈદ્રાબાદમાં ભારત–બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલા એકમાત્ર ટેસ્ટ મેચમાં આજે પ્રથમ દિવસે ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સંગીન શરૂઆત કરી હતી. જો કે ભારતને પ્રથમ ઝટકો ૨ રનમાં લાગ્યા બાદ મુરલી વિજય અને ચેતેશ્ર્વર પુજારાએ બાજી સંભાળી લીધી હતી અને સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું. મુરલી વિજય ૧૦૬ રન બનાવી ક્રિઝ પર અડીખમ છે યારે ચેતેશ્ર્વર પુજારા ૮૩ રને આઉટ થયો હતો. ચેતેશ્ર્વરના આઉટ થયા બાદ કોહલીએ ક્રિઝ પર આવી સટાસટી બોલાવી દીધી હતી. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ટીમ ઈન્ડિયાએ ૨ વિકેટ ગુમાવી ૨૨૯ રન બનાવી લીધા છે જેમાં કે.એલ.રાહુલ ૨ અને ચેતેશ્ર્વર પુજારા ૮૩ રન બનાવી આઉટ થયા છે. બાંગ્લાદેશ વતી બોલિંગમાં તસ્કીન અહેમદ–મહેસી હસન મીરાઝે ૧–૧ વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલી-મુરલી વિજયની સદી તેમજ ચેતેશ્વર પૂજારાના 83 રનની મદદથી ભારતે ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 356 રન બનાવ્યા છે. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદ, તૈજુલ ઇલ્માન અને મહેંદી હસનને 1-1 સફળતા મળી હતી. દિવસના અંતે વિરાટ કોહલી 111 રને અને અજિંક્ય રહાણે 45 રને અણનમ રહ્યાં હતા.

ટેસ્ટમાં વિરાટ કોહલીએ 16મી સદી ફટકારી સૌરવ ગાંગુલીની બરાબરી કરી છે. સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટ મેચમાં 16 સદી ફટકારી હતી. ભારત તરફથી વિરાટ કોહલી તેમજ મુરલી વિજયે સદી ફટકારી હતી. મુરલી વિજયે બાંગ્લાદેશ વિરૂદ્ધ 108 રનની ઇનિંગ રમી હતી. વિજયની ટેસ્ટ કારકિર્દીની આ 9મી સદી હતી જ્યારે બાંગ્લાદેશ વિરૂદ્ધ તેને બીજી સદી ફટકારી હતી. આ દરમિયાન તેને 1 સિક્સર અને 12 ફોર ફટકારી હતી. ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજય વચ્ચે બીજી વિકેટ માટે 178 રનની ભાગીદારી નોધાઇ હતી.

print

Comments

comments

VOTING POLL