બાંદીપોરાના જંગલમાં બે આતંકવાદી ઠાર: સેનાનો એક જવાન પણ શહીદ

June 14, 2018 at 12:17 pm


રમજાનના પવિત્ર માસમાં યુદ્ધવિરામ વચ્ચે પણ આતંકવાદીઓ દ્વારા સતત સેના પર હુમલો કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર સ્થિત બાંદીપોરા જિલ્લામાં પ્નારના જંગલોમાં આતંકીઓ અને સેના વચ્ચે મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ મુઠભેડમાં ભારતીય જવાન પણ શહીદ થયો છે. પ્નારના જંગલોમાં સેના છેલ્લા છ દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં છેલ્લા છ દિવસમાં ઘણી વખત સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઈ ચુકી છે. એક રિપોર્ટ અનુસાર, ગુરૂવારે સવારે મુઠભેડમાં સેનાએ બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ મુઠભેડમાં જ સેનાનો એક જવાને પણ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.
અત્રે નોંધનીય છેકે સેનાએ શનિવારે મોડી સાંજે બાંદીપોરના પ્નાર વિસ્તારના જંગલોમાં કેટલાક આતંકીઓ હોવાની માહિતી મળી હતી. જેના આધાર પર સેનાની 14 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ પ્નારના જંગલોમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આતંકીઓએ સેના જવાનો પર ગોળીબાર કરી ભાગવા માટેનો પ્રયાસ કર્યો હતો, જે પછી એસઓજી અને સીઆરએફના જવાનાઓએ જંગલને ઘેરી લીધું હતું અને તપાસ હાથ ધરી હતી.
કાશ્મીર ઘાટીમાં છેલ્લા થોડા દિવસોથી સુરક્ષા જવાનો પર આતંકી હુમલાની ઘણી ઘટના સામે આવી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર દ્વારા રમજાનના મહિનામાં યુદ્ધવિરામની જાહેરાત પછી ઘણાં વિસ્તારોમાં હથિયારની લૂંટ અને ઘણાં હુમલા પણ કરવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL