બાકી વેરો ચૂકતે નહી કરતાં અંતે ક્લાસીસની મિલકત સીલ

January 11, 2019 at 3:08 pm


રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચે મિલકતવેરાના બાકીદારો સામે હવે ત્રીજું નેત્ર ખોલ્યું છે. દરમિયાન આજે મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.7માં ટાગોર માર્ગ પર વિરાણી ચોક પાસે આવેલ કે.એમ.કે. ટયુશન ક્લાસીસની મિલકતનો બાકીવેરો રૂા.8,77,580 ભરપાઈ કરવામાં નહી આવતાં આજરોજ આ મિલકત સીલ કરી દેવામાં આવી હોવાનું સેન્ટ્રલ ઝોન ટેક્સ બ્રાન્ચના આસિ.કમિશનર હરેશ કગથરા અને આસિ.મેનેજર રાજીવ ગામેતી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. વારંવાર તાકિદ કરવા છતાં તેમજ નોટિસ આપવા છતાં આ મિલકતનો વેરો ચૂકતે કરવામાં આવ્યો ન હતો તેથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે આજે મિલકત સીલ કરી દેવાઈ હતી તેમ અધિકારીઆેએ ઉમેર્યું હતું.

વેસ્ટ ઝોન ટેક્સ બ્રાન્ચના આસિ.કમિશનર સમીર ધડુકે જણાવ્યું હતું કે, અમીન માર્ગ પર અક્ષય કાર કેર, રૈયા રોડ પર શ્યામ હાઉસ, સાધુવાસવાણી રોડ પર ધન સ્ક્રેપ, યુનિવસિર્ટી રોડ પર આર.કે.કોર્પોરેટ બિલ્ડિંગમાં ચોથા માળે એક યુનિટનો બાકીવેરો, પુષ્કરધામ રોડ પર શિવાલિક-3 બિલ્ડિંગમાં પહેલાં માળે એક યુનિટનો વેરો તેમજ વાવડી વિસ્તારમાં વિવિધ મિલકતોના બાકીવેરા વસૂલવા માટે ટેક્સ બ્રાન્ચની ટીમ રિકવરીમાં ગઈ હતી. તમામ સ્થળેથી પૂરેપૂરી રકમનો વેરો ચૂકતે કરી દેવામાં આવતાં આજરોજ 4,51,190ની રિકવરી થઈ હતી. અમુક બાકીદારોએ રોકડેથી તો અમુક બાકીદારોએ ચેકથી વેરો ચૂકતે કર્યો હતો. ઈસ્ટઝોનના આસિ.કમિશનર વાસંતીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે કોઠારિયા રોડ પર વિવિધ આૈદ્યાેગિક વિસ્તારોમાં 14 મિલકતોનો બાકીવેરો વસૂલવા કાર્યવાહી કરતાં રૂા.10.78 લાખની વેરા વસૂલાત થઈ હતી. કામગીરીમાં આસિ.મેનેજર એમ.ડી.ખીમસુરીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

print

Comments

comments

VOTING POLL