બાપુના તરખાટથી કોંગ્રેસ સંગઠન માળખાની જાહેરાત થઇ શકી નહિ

May 19, 2017 at 12:17 pm


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઆે વચ્ચે આંતરિક લડાઇને કારણે શહેર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠન માળખાની જાહેરાત કરવામાં ખુદ હાઇકમાન્ડ અવઢવની સ્થિતિમાં મુકાયો છે. કારણ કે અસંતુષ્ટાે માથું ઉચકે તેવી ભીતિ સેવાઇ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ તૂતૅ જ સંગઠન માળખું જાહેર કરવાનું નક્કી થયું હતું. પરંતુ હવે હાઇકમાન્ડ હવે એવી મૂંઝવણમાં છે કે, ગુજરાત કાેંગ્રેસની નવી ટીમનું વિસ્તરણમા નવા ચહેરા જાહેર થાય અને તે સંજોગાેમાં સિનિયર નેતાઆેને વાંધો પડે તાે ચૂંટણી સમયે બાજી બગડી શકે તેવો ખોફ હવે સતાવી રહ્યાાે છે જેથી સંગઠન માળખાની યાદી જાહેરાત કરાતી નથી, તેમ કાેંગ્રેસના સૂત્રો દાવો કરે છે.

દરમિયાન અમદાવાદ શહેરની 16 બેઠકોને લઇ સહપ્રભારી વષાૅ ગાયકવાડ આજે બપાેરે બેઠક યોજશે. શહેર કોંગ્રેસ કાર્યાલયે બેઠક યોજાશે. જેમાં જે તે બેઠકના દાવેદારો તદુપરાંત શહેર કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સહપ્રભારી ગાયકવાડ કઇ બેઠક પર કેવી સ્થિતિ છે. કયા પ્રશ્નો લોકને પજવે છે તે સહિતના મુદ્દે ચર્ચા કરી બેઠક જીતવા શું કરી શકાય તે માટે અભિપ્રાય મેળવશે અને તેનાે રિપાેર્ટ સીધો રાહુલ ગાંધીને સુપરત કરશે. જ્યારે આગામી 24-25 મે ના રોજ પ્રભારી અશોક ગેહલોત ગુજરાત મુલાકાતે આવે તેવી શક્યતા છે. જો આ મુલાકાત ફાઇનલ થાય તાે 24મી ના રોજ વિધાનસભાના નિરીક્ષકો અને જિલ્લા નિરીક્ષકો સાથે ગુફતેગુ કરશે. એ પછી બીજા દિવસે યુથ કાેંગ્રેસ, મહિલા કોંગ્રેસ સહિતના કાેંગ્રેસના સંગઠનાે સાથે બેઠક યોજવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL