બાબરા તાલુકા પંચાયતની ઊંટવડની બેઠક ભાજપ્ને બિનહરીફ મળી

February 9, 2018 at 12:47 pm


આગામી તા.21ના રોજ યોજાનારી તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની ઊંટવડ બેઠક બિનહરીફ કબજે કરી છે. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તારમાં કોંગ્રેસને ઉમેદવાર પણ ન મળતાં આ અંગે રાજકારણમાં ભારે ચચર્િ થઈ રહી છે.
નગરપાલિકાઓની ચૂંટણી તા.17ના યોજાવાની છે. જ્યારે તાલુકા પંચાયતોની ચૂંટણી તા.21ના યોજાશે અને ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બાબરા તાલુકા પંચાયતની ઊંટવડની અનુસૂચિત જનજાતિની બેઠકમાં ભાજપ્ના ઉમેદવાર રતિબેન ખૂંટે એક માત્ર ફોર્મ ભર્યું હોવાથી તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષોએ કે અપક્ષોએ આ બેઠક પર ઉમેદવારી નોંધાવી નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાઓની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભાજપ્ના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે અને આ બીજો ઘા ભાજપે વિપક્ષી નેતાના ગઢમાં માર્યો છે.

print

Comments

comments

VOTING POLL