બાબા રામરહીમ સામે ચાર્જશીટ

February 2, 2018 at 11:11 am


બે સાધ્વીઆે પર બળાત્કાર કરવાના કેસમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમ બાબાને કોર્ટે દોષિત ઠેરવ્યાના 6 માસ બાદ બાબા રામરહીમ સામે બીજી ગંભીર ચાર્જશીટ મુકાઈ છે.

બાબાએ પોતાના જ આશ્રમના 400થી વધુ પુરુષ અનુયાયીઆેને નપુંસક બનાવી દીધાનો સીબીઆઈનો આરોપ છે અને આ પ્રકારની ચાર્જશીટ ગઈકાલે સીબીઆઈ દ્વારા ફાઈલ થઈ છે.

ગઈકાલે સીબીઆઈ દ્વારા બાબા રામરહીમ અને અન્ય બે ડોકટરો સામે આરોપ પણ દાખલ કરતાં ખળભળાટ મચી ગયો છે. પંચકુલાની સ્પેશ્યલ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ થઈ છે.

આ બે ડોકટરોએ 400 અનુયાયીઆેને નપુંસક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પુરુષોને એમ કહ્યું હતું કે, બાબા રામરહીમ થકી તેમને ગોડ સાથે મુલાકાતનો અનુભવ થશે. નપુંસકતા જરૂરી છે.

400 પુરુષોને નપુંસક બનાવવાની આ હીન કક્ષાની કામગીરી સિરસા ખાતે આવેલા ડેરાસચ્ચા સૌદાના આશ્રમની અંદર જ થઈ હતી. પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ મુજબ આ કેસની તપાસ સીબીઆઈને સાેંપવામાં આવી હતી.

સીબીઆઈએ પોતાની તપાસનો અહેવાલ રજૂ કરી દીધા બાદ સીબીઆઈએ ગઈકાલે પંચકુલાની સ્પેશ્યલ કોર્ટમાં બાબા રામરહીમ અને તેના બે સાથીદાર ડોકટરો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

print

Comments

comments

VOTING POLL