બારદાન કૌભાંડમાં વચેટિયાનો કબજો મેળવવા ક્રાઈમ બ્રાંચની ટીમ ફરી દિલ્હી દોડી ગઈ

September 11, 2018 at 3:33 pm


શહેરના જુના માર્કેટ યાર્ડમાં બારદાન સળગાવવાના કૌભાંડમાં વિમો પકાવવા માટે 50 લાખની લાંચ પ્રકરણમાં વચેટીયા દિલ્હીના વકીલને ક્રાઈમ બ્રાંચ પકડવા જતાં બેભાન થઈ તેણે કોર્ટનું શરણુ લેતાં પરત ફર્યા બાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ગઢવી સહિતની ટીમ વકીલને ઝડપી લેવા ફરી દિલ્હી દોડી જઈ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બારદાન કાંડમાં ગુજકોટના મેનેજર મનોજ બ્રûભટ્ટ દ્વારા મગન ઝાલાવડીયા અને પરેશ સાથે મળી બારદાનનો જથ્થો સગેવગે કરી કૌભાંડ કરી બારદાનના જથ્થામાં આગ લગાડી વિમો પકાવવા 50 લાખ દિલ્હીના વચેટીયા વકીલ મારફત આપ્યા હોવાનંુ બહાર આવતા પોલીસે વકીલ મહેશ તુલીને ઝડપી લેવા અગાઉ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ જાડેજા સહિતની ટીમ દોડી જતાં પોલીસને જોઈ બેભાન થઈ હોસ્પિટલમાં દાખલ થયા બાદ ધરપકડથી બચવા કોર્ટનું શરણું લેતાં પોલીસની ટીમ પરત ફરી હતી.

દરમિયાન બારદાન કૌભાંડમાં વકીલ મહેશ તુલીની પુછપરછ જરૂરી હોય પીઆઈ ગઢવી સહિતનો કાફલો ફરી દિલ્હી દોડી જઈ વકીલની ધરપકડ સામે આપેલ સ્ટે રદ કરવા માટે સોગંદનામુ રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL