બાર્સેલોનામાં બે આતંકી હુમલા: 13ના મોત આઈએસએ લીધી જવાબદારી

August 18, 2017 at 11:13 am


યુરોપ્ના દેશ સ્પેનમાં ગઈ કાલે બે સ્થળે ત્રાસવાદી હુમલા કરવામાં આવ્યા હતા. પહેલો હુમલો બાર્સિલોના શહેરના પ્રખ્યાત લાસ રેમ્બ્લાસ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો જ્યાં 13 જણનો ભોગ લેવાયો હતો અને 100 જેટલા લોકો એ હુમલામાં ઘાયલ થયા હતા. બીજો હુમલો કેમ્બ્રિલ્સમાં કરવામાં આવ્યો હતો. બંને હુમલાના પાંચ ત્રાસવાદીને ઠાર કરવામાં પોલીસો સફળ થયા છે.
પહેલા હુમલાના ચાર સૂત્રધાર ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે કેમ્બ્રિલ્સમાં એક એન્કાઉન્ટરમાં પોલીસ અધિકારીઓની ગોળીથી એક ત્રાસવાદી ઘાયલ થયો હતો જે બાદમાં મૃત્યુ પામ્યો હતો.
સ્પેનના બાર્સેલોના ખાતે લાસ રામબ્લાસ પર્યટક વિસ્તારમાં બંધૂકધારીઓએ બે વાન પૂરપાટ દોડાવીને પર્યટકોની ભીડ પર વાન દોડાવી દીધી હતી. રાહદારીઓ પર હુમલામાં 13 લોકોનાં મૃત્યુ થયા હોવાના તેમ જ 50 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે મૃત્યુદર વિશે હજી સત્તાવાર રીતે કાંઈ કહેવાયું નહોતું . રેડિયો સમાચારે 13 મૃત્યુ થયા હોવાના અહેવાલ આપ્યા હતા. આ હુમલાની જવાબદારી ખતરનાક આતંકી સંગઠન એ લીધી છે. પોલીસના જણાવ્યાં અનુસાર તેમણે બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
પોલીસે વિસ્તારને ઘેરી લઇને હુમલાખોરોને ઝડપવા અભિયાન આદરી દીધું હતું. એક વાન મળી આવી છે અને તેમાંથી અરબી નામ ધરાવતા શખ્સનું સ્પેનિશ ઓળખપત્ર મળી આવ્યું છે. હજી બીજી વાનનો પત્તો ના હોવાથી સુરક્ષા દળોએ બાર્સેલોનાની નાકાબંધી કરી દીધી હતી. બે હુમલાખોર બંધૂકધારીઓ તર્કિશ રેસ્ટોરન્ટમાં છુપાયેલા હોવાની શંકા આધારે પોલીસે તે રેસ્ટોરન્ટને પણ ઘેરી લીધો હતો. પૂરપાટ ઝડપે દોડતી વાને પર્યટકોની ભીડ પર હુમલો કરી દેતાં નાસભાગ અને ચિચિયારી મચી ગઇ હતી. લોકો પોતાના બાળકોને સંભાળતાં નજીકની રેસ્ટોરન્ટ કે હોટેલમાં આશરો લેવા માંડયા હતા. મોબાઇલ ફોન સેવા સ્થગિત કરી દેવાતાં લોકો પોતાના સ્વજનોનો સંપર્ક પણ સાધી શકતા નહોતા. બ્રિટને પોતાના નાગરિકોના બાર્સેલોનાની મુલાકાતે ના જવા ચેતવણી આપી દીધી હતી.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ સ્પેનમાં ભારતના દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ આ આતંકી હુમલામાં કોઈ પણ ભારતીયના માયર્િ ગયા હોવાના અહેવાલ નથી. તેમણે ટ્વિટર પર હુમલા અંગે ઈમરજન્સી નંબર +34-608769335 પણ જારી કર્યો છે.
આ અગાઉ પણ યુરોપીયન દેશોમાં આ પ્રકારે આતંકી હુમલાઓ થઈ ચૂક્યા છે. જેમાં હુમલાખોર ભીડવાળા વિસ્તારને ટારગેટ કરીને ગાડીનો ઉપયોગ કરીને કચડી નાખે છે. ફ્રાન્સ, બેલ્જિયમ, અને જર્મનીમાં આ પ્રકારના હુમલા થયા છે. પરંતુ સ્પેનમાં આ પહેલવહેલી ઘટના છે. સ્પેનના શાહી પરિવારે આ હુમલાની નિંદા કરી છે અને કહ્યું કે તેમનો દેશ અતિવાદીઓના આતંક સામે નમશે નહીં. આતંકી સંગઠન આઈએસઆઈએસના પ્રચાર સંગઠન અમાકે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટના સૈનિકોએ આ હુમલો કર્યો.

print

Comments

comments

VOTING POLL