બાર એસો.ની ચૂંટણીમાં સમરસ અને સર્વસંમત પેનલો વચ્ચે જંગ

January 11, 2017 at 3:38 pm


રાજકોટ બાર એસો.ની તા.23મી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી સંદર્ભે એક તબક્કે સુસ્ત જણાતા માહોલમાં આજે નામપત્રો ભરવાના પ્રથમ દિવસે જ ખૂબજ ગરમાવો આવી ગયો હોય તેમ આજે બપોરે વિજય મુહર્ત સમરસ પેનલ અને સર્વસંમત પેનલ એમ બે પેનલોના ઉમેદવારોએ ઢોલ નગારાના નાદ અને આતશબાજી સાથે નામપત્રો રજૂ કયર્િ હતા. જેમાં બપોર સુધીમાં કુલ 14 બેઠકો માટે 28 નામપત્રો ભરાયા હતા.
રાજકોટ બાર એસો.ના આ પ્રતિષ્ઠાભયર્િ જંગમાં કોર્ટ કમ્પાઉન્ડમાં ઢોલ નગારા ત્રાસા અબીલ ગુલાલની છોળો ઉડાડી સમરસ પેનલમાં પ્રમુખ માટે ગીરીશભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ માટે સી.એચ.પટેલ, સેક્રેટરીમાં મુકેશ દેસાઈ, જો.સેક્રેટરી યોગેશ ઉદાણી અને ટ્રેઝરરમાં જીતેન્દ્ર પારેખ ઉપરાંત કારોબારી ટીમમાં નવ સભ્યો સ્મીતાબેન અત્રી, પ્રિયાંક ભટ્ટ, જવકિશન છાંટબાર, દુર્ગેશ ધનકાની, નરેન્દ્રસિંહ જાડેજા, અશ્ર્વિન મહાલીયા, ભાવેશ મકવાણા, અજય પીપળિયા, ધર્મેશ સખીયા સહિતના યુવા કારોબારી મેમ્બરોએ મોટી સંખ્યામાં ટેકેદાર વકીલોની હાજરીમાં સમરસ પેનલના હોદેદારો સાથે ફોર્મ ભરેલ હતા. ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલની આગેવાનીમાં રાજકોટ બાર એસો.ના મનિષ ખખ્ખર, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયેશ બોઘરા, હરેશભાઈ પરસોંડા સહિતના હાજરી સાથે ક્રિમીનલ બારના પ્રમુખ એન.ડી.ચાવડા, તુષાર બસલાણી, જે.એફ.રાણા, હિતુભા જાડેજા, કલેઈમ બારના પ્રમુખ ગોપાલ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, કે.જે.ત્રિવેદી, રેવન્યુ બારના ઉપપ્રમુખ નલીન આહ્યા, ડી.ડી.મહેતા, નોટરી એસો.ના પ્રમુખ ભરત આહ્યા, જે.જી.ચૌહાણ, પ્રકાશસિંહ ગોહેલ વેગરે સમરસ પેનલના સમર્થનમાં વિજય મુર્હત સમયે હાજર રહેલ હતા.
સમરસ પેનલના સમર્થનમાં અનિલ ગજેરા, રમેશભાઈ કથિરીયા, ધર્મેશ લાડવા, બીપીન ગાંધી, લીગલ સેલના પૂર્વ ક્ધવીનર પિયુષ શાહ, અજય ચૌહાણ, કિરીટ નકુમ, બીનલ મહેતા, ભાવનાબેન વાઘેલા, હંસાબેન ચાવડા, તુષાર ગોકાણી, અમૃતા ભારદ્વાજ હાજર રહેલ હતા. લોકમીશનના મેમ્બર પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈઐ સમરસ પેનલને આશીવર્દિ આપેલ હતા.
જયારે સામે પક્ષ સર્વસંમત પેનલમાંથી અમીત ભગત ઉપપ્રમુખ પદ માટે, સેક્રેટરી માટે જે.બી.શાહ, જો.સેક્રેટરી ગૌતમ દવે તેમજ કારોબારી માટે હષર્િ નિરવ પંડયા, નિરવ કે.પંડયા, જયેશ બુચ, તુષાર દવે, નીતિન જાગાણી, રવિ ધ્રુવ, હરેશ પંડયા, નંદકિશોર પાનોલા, દિગ્વિજયસિંહ ઝાલાવગેરે નામપત્રો ભયર્િ હતા.
જયારે અભિષેક જોષી અને સંજય જોષીએ પણ પ્રથમ દિવસે નામપત્રો રજૂ કરતા બપોર સુધીમાં 28 નામ પત્રો ભરાયા હતા.
નામપત્રો તા.13મીએ બપોરે 2-30 વાગ્યા સુધી ભરી શકાશે. ત્યારપછી નામપત્રોની ચકાસણી બાદ તા.13મીએ સાંજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે નામપત્રો પાછા ખેંચવા માટે તા.16થી તા.17ના બપોરે 2-30 વાગ્યાનો સમય રખાયો છે. અને તે દિવસે સાંજે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થશે. ચૂંટણીનું મતદાન તા.23મીએ સવારે 9થી બપોરે 3 સુધી રખાયું છે.

print

Comments

comments

VOTING POLL