બાર કાંઉન્સીલ ચૂંટણી માટે હજુ સુધી ૭૫ ફોર્મ ફરાયા : ૨૮મી માર્ચે ચૂંટણી

February 13, 2018 at 12:06 pm


વકીલોની માતૃસંસ્થા એવી ગુજરાત બાર કાઉન્સીલની ખૂબ જ મહત્વની અને અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી એવી ચૂંટણી તા.૨૮મી માર્ચે યોજાવાની છે ત્યારે બાર કાઉન્સીલની આ ચૂંટણી માટે અત્યાર સુધીમાં ૭૫ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર ભરી વિધિવત્‌ ઉમેદવારી નોંધાવી છે. હજુ તા.૧૫મી ફેબ્રુઆરી સુધી ચૂંટણીમાં ઝંપલાવવા ઇચ્છતા ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. જયારે તા.૨૨મી ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર પાછુ ખેંચવાની છેલ્લી તારીખ છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ સમગ્ર રાજયના વકીલઆલમમાં ચૂંટણીનો માહોલ છવાયો છે ત્યારે આ ચૂંટણીમાં કોઇ ગંભીર ગેરરીતિ ના થાય કે નિષ્પક્ષ અને તટસ્થ રીતે ચૂંટણી યોજાય તે માટે સમગ્ર ચૂંટણીનું વીડિયો રેકો‹ડગ કરાવવા અને પોલીંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા કરવા ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉગ્ર માંગણી કરી છે.

ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની પ્રતિષ્ઠાભરી ચૂંટણી તા.૨૮મી માર્ચે યોજાનાર છે, તેને લઇને રાજયભરના વકીલઆલમમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ જાવા મળી રહ્યો છે. દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણી વકીલઆલમ માટે ખૂબ જ મહત્વની અને અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી હોય છે.

print

Comments

comments

VOTING POLL