બાલા હનુમાન મંદિરમાં મલ્હાર રાગમાં મેઘને રીઝવવા રામધૂન

July 14, 2018 at 1:04 pm


દેશના જુદા જુદા પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પાણી-પાણી કરી મુકયુ છે જયારે હાલારમાં માત્ર છુટા છવાયા છાંટા પડયા છે, આપણે ત્યાં વરૂણદેવને મનાવવા માટે અહીના સુપ્રસિધ્ધ બાલાહનુમાન મંદિર ખાતે મલ્હાર રાગમાં રામધુન બોલાવીને મેઘને મનાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મલ્હાર રાગથી શ્રીરામ જય રામ જય જય રામ… ધુન ગાવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદ માટે મલ્હાર રાગ છેડવામાં આવે છે અને આપણા જામનગરમાં નાેંધપાત્ર વરસાદ નહી થતાં વરૂણ દેવને મનાવવા માટે બાલાહનુમાન ખાતે મલ્હાર રાગમાં રામધૂન બોલાવીને મેઘરાજાને મનાવવામાં આવ્યા હોવાનો કાર્યક્રમ યોજાવવામાં આવ્યો હતો, જે તસવીરમાં જોઇ શકાય છે.

print

Comments

comments

VOTING POLL