બાળકને જન્મ સાથે જ આધારકાર્ડ: દેશમાં સૌપ્રથમ રાજકોટમાં અમલ

January 11, 2017 at 3:50 pm


અનેરી અને વિક્રમપ કામગીરી કરવા માટે જાણીતા રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ આવો જ વધુ એક નિર્ણય લીધો છે. વર્તમાન સમયમાં આધારકાર્ડની ડગલે ને પગલે જર પડે છે ત્યારે નવજાત શિશુને તેમના જન્મ સાથે જ આધાર કાર્ડ આપવાની વ્યવસ્થા કલેકટર તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે અને આગામી એકાદ સપ્તાહમાં જ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલમાં આધારકાર્ડની કીટ સાથેનું કાયમી કેન્દ્ર ખોલવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનામાં આધારકાર્ડનું લિંકઅપ જરી બનાવી દેવાયું છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાને ા.6000ની સહાય આપવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. સરકારની આ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે આધારકાર્ડ અનિવાર્યપણે આવશ્યક હોવાથી માતા-પિતાને કોઈ સમસ્યા ન સર્જાય તેવા હેતુથી જન્મજાત બાળકને આધારકાર્ડ આપવાની કામગીરી રાજકોટ જિલ્લામાં ટૂંક સમયમાં શ કરવામાં આવશે. આ માટેના હકમો થઈ ગયા છે અને એકાદ સપ્તાહમાં જ વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ જશે.
રાજકોટ શહેર-જિલ્લાની વસતી મુજબ આધારકાર્ડની 100 ટકા કામગીરી થઈ છે પરંતુ વાર્ષિક 5.8 ટકાના વસતીના ગ્રોથરેટ મુજબ 97 ટકા કામગીરી થઈ છે. બાકીની કામગીરી પુરી કરવા માટે તંત્ર દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યા છે અને સાથોસાથ જન્મજાત શિશુઓને પણ આધારકાર્ડ આપવાનો પ્રયોગ રાજકોટ જિલ્લામાં શ થઈ રહ્યો છે. હાલની જોગવાઈ મુજબ 0થી 5 વર્ષની વયના બાળકને આધારકાર્ડ કાઢી આપવાના હોય છે પરંતુ કુમળીવયના બાળકોના ફિંગરપ્રિન્ટ અને આંખના રેટિના કાયમી ન હોવાથી જેમ ઉંમર વધી જાય પછી નવેસરથી આધારકાર્ડ કઢાવવું પડે છે પરંતુ સરકારી યોજનામાં લાભાર્થીને હેરાન ન થવું પડે તે માટે જન્મજાત બાળકના આધારકાર્ડ પણ કાઢી આપવામાં આવશે. આવા કિસ્સામાં બાળકના ફિંગરપ્રિન્ટ કે આંખના રેટિના જો મેચ નહીં થતા હોય તો તેવા બાળકના કિસ્સામાં માતા અથવા પિતાના આધારકાર્ડ સાથે લિંકઅપ કરી આપવામાં આવશે. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, તમામ તાલુકા મથકોએ પણ સરકારી હોસ્પિટલોમાં જન્મજાત શિશુઓના આધારકાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ તાલુકા મથકે આવી કામગીરી સપ્તાહમાં કોઈ એક દિવસ નકકી કરીને તે દિવસે આ પ્રકારની કામગીરી કરાશે.

print

Comments

comments

VOTING POLL