બાળકો ઉઠાવતી ગેંગ અફવા હોવાની સ્પષ્ટતા

June 14, 2018 at 9:39 pm


ભુજમાં યોજાઈ પત્રકાર પરિષદમાં પાેલીસની સાફ વાત

બાળકો ઉઠાવતી ગેંગ ફરી રહી છે તેવી અફવાથી દુર રહેવા પશ્ચિમ કચ્છ પાેલીસે અપીલ કરી હતી.

આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ પાેલીસ અધિક્ષકની પટેલ જણાવેલ હતું કે, છેલ્લા થોડા સમયથી નાના બાળકોને કારમાં બેસાડીને ગેંગ અપહરણ કરી લઈ જાય છે તેવી અફવાએ જોર પકડâું છે. જેમાં ભુજના ભીડ વિસ્તાર, કેરા, નાનાવરનાેરા, મુન્દ્રા તાલુકાના રામાણીયા, નખત્રાણા તાલુકાના માધાપર ખાતે નિદોષ વ્યક્તિઆેને લોકોએ માર માયોૅ હતાે. કેટલાક લોકો સાેશ્યલ મિડિયામાં ખોટી અફવાઆે ફેલાવી રહ્યાા છે. જેઆેની સામે ફરીયાદ કરવામાં આવશે, કોઈ પણ સ્થળે આવા કોઈ અજાણ્યા વ્યક્તિ નજરે પડે તાે તેઆેએ કાયદો હાથમાં લેવાના બદલે પાેલીસને આ બાબતની જાણ કરવી જોઈએ. છેલ્લા 1પ દિવસમાં જોવા જઈએ તાે ધંધો રોજગાર કરવાવાળા નિદોૅષ વ્યક્તિઆે ભોગ બન્યા છે, તે એક હકિકત છે.

આજે આ તકે નાયબ પાેલીસ અધિક્ષક જે.એમ.પંચાલ, પી.આઈ. જે.એમ.આલ ઉપસ્થિત રહ્યાા હતા.

print

Comments

comments

VOTING POLL