બાહુબલીને ટક્કર આપી શકે છે આ ફિલ્મઃ પ્રથમ દિવસે કરી 50 કરોડની કમાણી

September 29, 2017 at 5:36 pm


સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂની ફિલ્મ સ્પાઈડર બુધવારે રિલીઝ થઈ. મિડ વીક રિલીઝ થયેલ આ ફિલ્મનું આેપનિગં ડે ધમાકેદાર રહ્યાે. સ્પાઇડરે પ્રથમ દિવસે વર્લ્ડવાઈડ 50 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી છે. આ સાઈન્સ ફિક્શન ફિલ્મ છે, જેમાં મહેશ બાબૂ એક્શન કરતાં જોવા મળે છે.

સ્પાઈડરે આંધ્રપ્રદેશ ઉપરાંત અમેરિકામાં પણ ખૂબ લોકપ્રિયતા મેળવી છે. એનટીઆર સ્ટારર ફિલ્મ જય લવ કુશ બાદ હવે સાઉથ ઇન્ડિયાની આ ફિલ્મ અમેરિકાના બોક્સ આેફિસ પર ધૂમ મચાવી રહી છે. સ્પાઈડરમાં મહેશ બાબુની ભૂમિકા રસપ્રદ છે. આર મુરુગાદોસના નિર્દેશનમાં બનેલ સ્પાઈડરે પ્રથમ દિવસે અમેરિકામાં 10 લાખ ડોલર (6.5 કોરડ રુપિયા)ની કમાણી કરી છે. આ ફિલ્મ 120 કરોડના ખર્ચે બની છે. ફિલ્મે આગળ પણ આવી જ કમાણી કરી તો બાહુબલી અને દંગલનો રેકોર્ડ તોડી શકે છે. જણાવીએ કે, સ્પાઈડર ભારતમાં 60 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. હાલમાં તે 300 થિયેટર્સમાં ચાલી રહી છે. આ ફિલ્મને તમિલ, તેલુગુની સાથે મલયાલમ, કન્નડ અને અરબી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ મેંરકુલ પ્રીત સિંહ અને એસ જે સૂર્યા પણ જોવા મળી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL