બાહુબલી પ્રભાસનુ સાેશિયલ મિડિયા પર સ્વચ્છતાનુ સુચન

September 30, 2017 at 5:48 pm


મહાત્માં ગાંધીની જન્મ જયંતિ બિલકુલ નજીક પહોચી ગઇ છે ત્યારે બાહુબલી પ્રભાસે સાેશિયલ મિડિયા પર સ્વચ્છતા માટેની અલી તમામ લોકોને કરી છે. બાહુબલી ઉફેૅ પ્રભાસે સાેશિયલ મિડિયા પર પાેતાની ભાવના રજૂ કરી છે. અભિનેતાએ સ્વચ્છ ભારત પહેલ પર પાેતાના વિચારો રજૂ કરતા કહ્યાુ છે કે રા»ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાને લઇને ખુબ સાવધાન અને ગંભીર હતા. આવી સ્થિતીમાં તેમની પ્રેરણા લઇને દેશના લોકો આગળ વધે તે જરૂરી છે. પ્રભાસે સ્વચ્છ ભારત પર પાેતાના વિચારોને રજૂ કરવા માટે ફેસબુક પર એક સંદેશો પાેસ્ટ કયોૅ છે. બાહુબલીના મહાકાય પાત્ર મારફતે સમગ્ર વિશ્વમાં ભારે લોકપ્રિયતા મેળવી લેનાર પ્રભાસે પાેતાના ચાહકોને સ્વચ્છ ભારતમાં સક્રિય રીતે જોડાઇ જવા માટે અપીલ કરી છે. પાેતાના દિલની વાત રજૂ કરતા પ્રભાસે પાેતાની વ્યક્તિગત ભાવના પણ રજૂ કરી છે.

સાેશિયલ મિડિયા પર પાેતાના વિચાર રજૂ કરતા પ્રભાસ લખે છે કે મારા તમામ ચાહકો અમે હવે એક મહત્વપૂર્ણ દિવસ એટલે કે મહાત્મા ગાંધીની જન્મજયંતિની નજીક પહાેંચી ગયા છીએ. મહાત્મા ગાંધી હમેંશા સ્વચ્છતાને લઇને પ્રેરિત કરતા હતા. પ્રભાસે વધુમાં કહ્યાુ છે કે મારા દેશને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટેની જવાબદારી તમામની છે. આ કોઇ કતૅવ્ય નહી બલ્કે ટેવ છે. સ્વચ્છતાની દિશામાં ઝડપથી આગળ વધવાની જરૂર છે. તમામ ઇચ્છાશક્તિ સાથે આગળ આવે તે જરૂરી છે. પ્રભાસ હાલમાં સાહો ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. આ સાહો ફિલ્મ ત્રણ ભાષામાં તૈયાર કરવામાં આવી રહી છે. બાહુબલી ફિલ્મ ઇતિહાસની સાૈથી મોટી સફળ ફિલ્મ રહી છે. સ્વચ્છ ભારત પહેલમાં પહેલા પણ અનેક મોટા સ્ટાર મેદાનમાં ઉતરી ચુક્યા છે. હવે પ્રભાસે આમાં રસ દશાૅવ્યો છે.

print

Comments

comments

VOTING POLL