બિગબોસ પછી હિનાખાનનું ખુલ્યું નસીબ, હવે જલ્દી જોવા મળશે બોલીવુડમાં

February 3, 2018 at 1:00 pm


બિગ બોસમાં પોતાની સફર પુરી કર્યા પછી ફર્સ્ટ રનરઅપ હિના ખાનનું નસીબ ખુલી ગયું છે. હાલમાં તે કલકત્તાનાં એક ફેશન બ્રાંડ હેઠળ લેક્મે ફેશન વીકની શો સ્ટોપર તરીકે જોવા મળી હતી. એક ઈન્ટરવ્યૂ દરકમિયાન હિના ખાનએ કહ્યું કે, હવે તે ટીવી સીરિયલમાં નહીં પણ બોલિવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન હિના ખાન ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતા પણ જોવા મળી હતી.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, બિગ બોસના ઘરમનાં સૌથી વધુ ઝગડો કરનારી હિના ખાન ટીવી પર એક સંસ્કારી વહુની ભૂમિકામાં જોવા મળતી હતી. હિના ખાનએ કહ્યું કે, 8 વર્ષ સુધી કોઈ પણ એક પાત્ર નિભાવીને કોઈ બીજા શોમાં સ્વિચ કરવું સરળ નથી. લોકપ્રિય ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હિના ખાન એક સંસ્કારી વહુની ભૂમિકામાં જોવા મળી હતી.હિના ખાનએ કહ્યું કે, બિગ બોસમાં તેમણા કામને બહુ પસંદ કરવામાં આવ્યુ હતું અને લોકોને હિનાની ડ્રેસિંગ સ્ટાઈલ પણ વધારે પસંદ આવી હતી. જો કે, અત્યારે હિના એક ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહી છે.

print

Comments

comments

VOTING POLL