બિગબોસ-11માં આવતા પેહલા બંદગી કરતી હતી એક સોફ્ટવેર એન્જીનીરીંગ કંપનીમાં કામ

January 11, 2018 at 5:28 pm


બિગબોસ-11માંથી બહાર થઇ ચુકેલી બંદગી કાલરા બેચલરની ડિગ્રી મેળવ્યા બાદ 25 વર્ષની બંદગી મુંબઇની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી કરતી હતી. જે ‘બિગ બોસ’માં આવ્યા પહેલા તેને છોડી દીધી હતી.
નોકરી છોડવાના ડિસીઝનથી નારાજ થયો હતો પેરેન્ટ્સ
– બંદગી જણાવે છે, ‘હું તે પરિવારમાંથી આવુ છુ જ્યાં મેમ્બર્સ એન્જિનિયર અને ડોક્ટર છે. મારા પેરેન્ટ્સ પણ ઇચ્છતા હતા કે હું એન્જિનિયરિંગમાં સેટલ થઇ જાવુ’ ‘જોબ છોડતા સમયે મે પોતાના પેરેન્ટ્સને જણાવ્યુ નહતું. જ્યારે હું ‘બિગ બોસ’માં પેકિંગ કરી જવા લાગી ત્યારે ફેમિલીને આ વાતની ખબર પડી હતી’ ‘આ ડિસીઝન માટે પેરેન્ટ્સ ઘણુ લડ્યા હતા જો કે પછી તે માની ગયા હતા’
આટલી હતી પ્રથમ સેલેરી
બંદગીએ દિલ્હીની આર્ઇટી ફર્મ જોઇન કર્યા પહેલા કેટલાક ફેશન શોમાં કામ કર્યુ છે. તેની પ્રથમ સેલેરી માત્ર 5500 રૂપિયા હતી. જે એક ફેશન શો માટે તેને મળી હતી. બંદગીએ શરૂઆતના સમયમાં કનસલટન્ટ કંપનીમાં પણ કામ કર્યુ છે.
યશરાજ ફિલ્મ્સમાં મળી ચુકી છે ઓફર
બંદગીને યશરાજ બેનરની એક ફિલ્મમાં આરજેનો રોલ પણ ઓફર થયો હતો જો કે તેને રિજેક્ટ કરી દીધો હતો.આવો છે બંદગીનો પરિવાર
બંદગીના પિતા કપિલ કાલરા એક બિઝનેસમેન છે જ્યારે માતા માનાક્ષી હાઉસ વાઇફ છે, તેની એક નાની બહેન બાની કાલરા છે જે ઇંગ્લિશ ઓનરમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચુકી છે. સાથે જ બંદગીનો એક નાનો ભાઇ વાસૂ પણ છે જે હજુ લોનો અભ્યાસ કરી રહ્યો છે.
પંજાબી ફિલ્મની પણ મળી હતી ઓફર
બંદગીનો જન્મ પાનીપત, હરિયાણામાં થયો, તેને પોતાનો સ્કૂલનો અભ્યાસ બાલ વિકાસમાંથી પુરો કર્યો છે. બંદગીએ ચંદીગઢમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં પોતાની ગ્રેજ્યુએશન પૂર્ણ કરી છે. આ દરમિયાન તેને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક ઓફર મળી હતી. તે દરમિયાન બંદગી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી હતી જેને કારણે તેને આ ઓફરને નકારી કાઢી હતી.

print

Comments

comments

VOTING POLL